Home> Gujarat
Advertisement
Prev
Next

નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે હજારો બોર, કારણ છે જબરદસ્ત 

આ માન્યતાને પગલે જે લોકોની માનતા પૂર્ણ થઇ હોય તેવા હજારો લોકો આજના દિવસે સંતરામ મંદિરે પોતાની બાધા પૂરી કરતા હોય છે. અહીં સુરત, વડોદરા અને અમદાવાદથી ભક્તો આવે છે. 

નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણામાંથી લોકો આવીને ઉછાળે છે હજારો બોર, કારણ છે જબરદસ્ત 

યોગીન દરજી, ખેડા : આજે પોષી પુનમને ખેડાના નડિયાદમાં બોર પુનમ તરીકે ઉજવવામાં આવે છે. યોગ્ય રીતે બોલી ન શકતા બાળકના પરિવારજનો સંતરામ મહારાજની બાધા રાખે છે અને બાધા પુરી થતા આજના દિવસે સંતરામ મંદિરમાં બોર ઉછાળવા આવતા હોય છે.

fallbacks

તોફાની સત્ર : આ ધારાસભ્ય લોહીથી લખેલું પોસ્ટર લઈને પહોંચ્યા વિધાનસભા, સીએમ વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

સામાન્ય રીતે પૂનમના દિવસે મંદિરોમાં વિશેષ ભીડ જોવા મળતી હોય છે પરંતુ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે પોષી પૂનમના દિવસે ભક્તો ખાસ કારણથી આવતા હોય છે. આ ભક્તો બોર ઉછાળવા માટે આવતા હોય છે. માન્યતા છે કે  યોગ્ય રીતે બોલી ન શકતા બાળકના પરિવારજનો સંતરામ મહારાજની બાધા રાખે છે અને બોર ઉછાળવાની બાધા રાખે તો તેમનું બાળક થોડાક જ સમયમાં યોગ્ય રીતે બોલતું થઈ જાય છે. આ માન્યતાને પગલે જે લોકોની માનતા પૂર્ણ થઇ હોય તેવા હજારો લોકો આજના દિવસે સંતરામ મંદિરે પોતાની બાધા પૂરી કરતા હોય છે. અહીં સુરત, વડોદરા અને અમદાવાદથી ભક્તો આવે છે. 

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર, તોફાની બનવાની પ્રબળ શક્યતા

આ માન્યતા વિશે સંતરામ મંદિરના મહંત નિર્ગુણદાસ મહારાજનુ કહેવું છે કે વર્ષો પહેલા જ્યારે સંતરામ મહારાજ જીવિત હતા ત્યારે એક નગરજન મળવા આવ્યા હતા અને તેમનું બાળક યોગ્ય રીતે બોલતું નહોતું. એ સમયે બાળક યોગ્ય રીતે બોલતું થાય ત્યારે તું કોઈપણ 1 ફળ મંદિરે આવી ચડાવી જજે અને બસ ત્યારથી જ આ માન્યતા સંતરામ મંદિરે શરૂ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More