Home> Entertainment
Advertisement
Prev
Next

Laxmmi Bombનું પોસ્ટર, પિંક સાડીમાં લક્ષ્મીની ભૂમિકામાં દેખાયો અક્ષય કુમાર

અક્ષર કુમાર પોતાની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બથી પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની સાડ અને માથા પર મોટા ચાંદલામાં જોવા મળી રહ્યો છે. 

Laxmmi Bombનું પોસ્ટર, પિંક સાડીમાં લક્ષ્મીની ભૂમિકામાં દેખાયો અક્ષય કુમાર

નવી દિલ્હીઃ આ સમયે દેશભરમાં લોકો નવરાત્રિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. અક્ષય કુમારે આ તક પોતાની આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે અને દેખાડ્યું કે, આ ફિલ્મમાં તે કેવો દેખાવાનો છે. 

fallbacks

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની સાડી, ગળામાં તાબીઝ અને માથા પર મોટો ચાંદલો કરેલો જોવા મળી રહ્યો છે. અક્ષયના વાળ પાછળથી બંધાયેલા છે અને હાથમાં જોવા મળી રહી છે પિંક બંગડી. આ તસવીરમાં તેનો હાવભાવ કોઈ નારાજગી સ્ટોરીનો હોય તેવો લાગી રહ્યો છે. આ પોસ્ટના માધ્યમથી દુર્ભા પૂજાની શુભકામના આપતા અક્ષયે કહ્યું કે, તે આવા કેરેક્ટરને નિભાવવા જઈ રહ્યો છે, જેને લઈને તે ઉત્સુક પણ છે અને નર્વસ પણ. યૂઝર્સને તેનો લુક પસંદ આવી રહ્યો છે અને બધા તેની પ્રશંસા કરી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સાઉથની સુપરહિટ હોરર મૂવી 'કંચના'ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં અક્ષય એક કિન્નર ભૂતનો રોલ પ્લે કરશે. આ પહેલા જારી કરાયેલા પોસ્ટરમાં અક્ષય પોતાની આંખમાં આંજણ કરતો જોવા મળ્યો હતો. આ પોસ્ટરમાં માત્ર તેનો ચહેરો જોવા મળી રહ્યો હતો. 

'લક્ષ્મી બોમ્બ'ને રાઘર લોરેન્સ ડાયરેક્ટ કરી રહ્યાં છે. રાઘવે કંચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કંચનાની સીક્વલને પણ તેણે ડાયરેક્ટ કરી હતી. લક્ષ્મી બોમ્બ આગામી વર્ષે 5 જૂને રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More