મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 5 દાયકાથી વધુ સમય સુધી સત્તાની ધુરી રહેલા ઠાકરે પરિવાર તરફથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં મુંબઈની વરલી સીટ પરથી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ નોમિનેશન ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતાં પહેલા આદિત્યએ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમની માતા અને નાનો ભાઈ પણ તેની સાથે હતા.
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રોડ શોમાં દેખાયા ન હતા, પરંતુ ફોર્મ ભરતા સમયે પોતાના પુત્રની સાથે હાજર રહ્યા હતા. આ ફોર્મમાં આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિની જે વિગતો આપી છે તેના અનુસાર તેની પાસે કુલ 16.05 કરોડની સંપત્તિ છે, જેમાં રૂ.11 કરોડ 38 લાખ રૂપિયાની ચલ સંપત્તિ છે, જ્યારે રૂ.4 કરોડ 67 લાખની અચલ સંપત્તિ છે.
— Aaditya Thackeray (@AUThackeray) October 3, 2019
દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને
ફોર્મ ભરવા માટે ઘરેથી નિકળતા પહેલા આદિત્ય ઠાકરેએ પોતાના દાદા સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેના ફોટાને નમન કરીને તેમનો આશિર્વાદ લીધો હતો. ફોર્મ ભર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, સમાજ સેવા ઠાકરે પરિવારની પરંપરા છે. બધા જ શિવસૈનિકોએ આદિત્યને આશિર્વાદ આપ્યો છે. આશા છે કે જનતા આદિત્યને પોતાનો આશિર્વાદ આપશે.
આદિત્ય ઠાકરેએ જાહેર કરેલી સંપત્તિ
SC/ST સંશોધન એક્ટ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી- અમે એક્ટમાં ફેરફાર નહી કરીએ...
આદિત્ય ઠાકરેને શિવસેના મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અનેક મોરચા પર કહી ચૂક્યા છે કે તેઓ શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેને આપેલું વચન એક દિવસ જરૂર પુરું કરશે. શિવસેનાનો વ્યક્તિ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી પર એક દિવસ જરૂર બેસશે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે