નવી દિલ્હીઃ શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કેફની આવનારી ફિલ્મ ઝીરોનું ગીત હુસ્ન પરચમ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં કેટરીના કેફ અલગ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. કેટરીના આ ફિલ્મમાં પોપ સ્ટાર બબીતા કુમારીની ભૂમિકામાં છે, જેની પાછળ બઉઆ દીવાના છે. પોતાના પ્રથમ બે ગીત બાદ આ ફિલ્મનું ત્રીજુ ધમાકેદાર ગીત છ. હુસ્ન પરચમ ટાઇટલનના આ ગીતમાં કેટરીના ખૂબ હોટ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.
આ ફિલ્મનો વધુ એક ડાન્સિંગ નંબર છે, જેમાં કેટરીના કેફ ખૂબ ખૂબસૂરત અંદાજમાં દેખાઈ રહી છે. આમ તો કેટરીના કેફ પહેલા પણ ઘણીવાર ડાન્સિંગ નંબર્સમાં જોવા મળી ચુકી છે, પરંતુ આ ગીતમાં તે થોડી અલગ જોવા મળે છે. જુઓ ઝીરોનું આ નવું ગીત....
આ ફિલ્મમાં શાહરૂખ ખાન બઉઆના કિરદારમાં જોવા મળશે. તો અનુષ્કા શર્મા પણ આ ફિલ્મમાં એક ચેલેન્જિંગ પાત્રની ભૂમિકામાં જોવા મળી રહી છે. કેટરીના આ ફિલ્મમાં સુપરસ્ટારની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
અહેવાલ પ્રમાણે શાહરૂખ ખાનની ફિલ્મ ઝોરોના થિયેટ્રિકલ ડિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સ 100 કરોડમાં વેંચવામાં આવ્યા છે. પરંતુ આ પહેલા ફિલ્મ દિલવાલેને 130 કરોડ રૂપિયામાં વેંચવામાં આવી હતી. માહિતી પ્રમાણે ઝીરો ફિલ્મનો ખર્ચ આશરે 300 કરોડથી વધુ છે.
સારા અલી ખાને બુરખો પહેરીને જોઈ કેદારનાથ! મિત્રો સાથે કરી ખુબ મસ્તી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે