Home> Gujarat
Advertisement
Prev
Next

શા માટે આ યુવક ઘરમાં રાખતો 4 રિવોલ્વર સહિતના હથિયાર, કારણ જાણી ચોંકી જશો?

વસ્ત્રાલમાં એક યુવકને ઘરમાં મોટી સંખ્યમાં ઘાતકી હથિયારો છુપાવવા ભારે પડ્યા છે. પોલીસે બાતમીના આધારે 4 પિસ્તલ સહીત રિવોલ્વર અને 30 જેટલા કારતુસ સહીત તીક્ષ્ણ હથિયાર જપ્ત કર્યાં છે. 

શા માટે આ યુવક ઘરમાં રાખતો 4 રિવોલ્વર સહિતના હથિયાર, કારણ જાણી ચોંકી જશો?

ઉદય રંજન/મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના વસ્ત્રાલમાં ગુનેગાર મિત્રના હથિયારો છુપાવવા એક શખ્સને ભારે પડ્યું છે. સુરેન્દ્રનગરમાં હત્યાના ગુનામાં ફરાર આરોપીએ પોલીસથી બચવા માટે અમદાવાદ ખાતે રહેતા મિત્રને હથિયારો સાચવવા માટે આપ્યાં હતા, જો કે પોલીસને બાતમી મળતા જ પોલીસએ આ શખ્સને ઝડપીને 4 પિસ્તલ સહીત રિવોલ્વર અને 30 જેટલા કારતુસ સહીત તીક્ષ્ણ હથિયાર જપ્ત કર્યાં છે. 

fallbacks

પોલીસ સકંજામાં આવેલા શખ્સનું નામ નરેન્દ્રસિંહ રાજપુત છે. રામોલ પોલીસએ આ શખ્સની હથિયારો સાથે ધરપકડ કરી છે. વસ્ત્રાલના રહેવાસી નરેન્દ્ર રાજપુતએ પોતાના ઘરમાં હથિયારો છુપાવ્યાં હોવાની બાતમી મળતા જ રામોલ પોલીસએ તેના ઘરે સર્ચ કર્યું હતું. જેમાંથી 4 રિવોલ્વર અને પિસ્તલ સાથે 30 કારતુસ અને તલવાર, છરી જેવા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યાં હતાં. પ્રથમ તબક્કે આટલા મોટા પ્રમાણમાં હથિયારનો જથ્થો જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, આરોપી સુરેન્દ્રનગરના માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમખાન આપી ગયો હતો.

વધુમાં વાંચો...ગાંધીનગર: યુનાઇટેડ વર્લ્ડ ઓફ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં લાગી આગ, ધૂમાડાના ઉડ્યા ગોટા

fallbacks

સલીમખાન પઠાણ માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનામાં કેટલાક સમયથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સલીમ અને આરોપી નરેન્દ્રસિંહ રાજપુત બંન્ને સારા મિત્ર હોવાથી સલીમએ પોલીસના હાથે પકડાઇ ન જાય તે માટે આ હથિયારો નરેન્દ્રને સાચવવા માટે આપ્યા હતાં. આ સલીમ એ જ છે જેનો હમણાં સોશિયલ મીડિયામાં હત્યા કરતો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોની વાત કરીએ તો વિડીયોમાં જાહેર રોડ પર એક વ્યક્તિને ચાર શખ્સો લાકડીથી મારી રહ્યા હતા. જેમાં પૈકી સલીમ પણ આ વિડીયોમાં છે.

આરોપી નરેન્દ્ર રાજપુત ચાની લારી ઉપરાંત રીચાર્જ કરવાનું તેમજ ફાઇનાન્સનો ધંધો પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે...જેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશન માં આ વર્ષ માં બે ગુનાઓ પણ નોંધાય ચૂકયા છે ત્યારે રામોલ પોલીસે હવે સલીમની પણ શોધખોળ શરુ કરી છે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More