Home> Entertainment
Advertisement
Prev
Next

એપ્રિલ 2020 માં Rajkumar Hirani ની ફિલ્મ શરૂ કરશે Shah Rukh Khan

તાજેતરમાં સાંભળવા મળ્યું છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ બોલીવુડના કેટલાક ડાયરેક્ટર્સ સાથે મુલાકાત કરી છે અને તેમના દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યા છે.

એપ્રિલ 2020 માં Rajkumar Hirani ની ફિલ્મ શરૂ કરશે Shah Rukh Khan

નવી દિલ્હી: બોલીવુડના 'કિંગ' શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગત એક વર્ષથી બ્રેક પર છે. ડાયરેક્ટર આનંદ એલ. રાયની ઝીરો (Zero) બોક્સ ઓફિસ પર એવી ફ્લોપ થઇ હતી કે કિંગ ખાને પોતાને સમય આપવાનો નિર્ણય કર્યો અને વિચારવાનું શરૂ કર્યું કે દર્શકો તેમની પાસેથી કયા પ્રકારની ફિલ્મ ઇચ્છે છે? તાજેતરમાં સાંભળવા મળ્યું છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ બોલીવુડના કેટલાક ડાયરેક્ટર્સ સાથે મુલાકાત કરી છે અને તેમના દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યા છે. આ ડાયરેક્ટર્સમાં સાઉથ ફિલ્મકાર એટલી, રાજકુમાર હિરાની અને અલી અબ્બાસ જફરના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કિંગ ખાન આ ત્રણેય ડાયરેક્ટર્સની સ્ક્રિપ્ટ્સ પર વિચાર કરી રહ્યા છે. 

fallbacks

11 વર્ષના ક્રિકેટ કેરિયરમાં 650 છોકરીઓ સાથે બનાવ્યો સંબંધ, આત્મકથામાં કર્યો ખુલાસો

જો પિંકવિલાની રિપોર્ટનું માનીએ તો કિંગ ખાનને આ ત્રણેય ડાયરેક્ટર્સની કહાનીઓ પસંદ આવી છે અને તે ત્રણેયને કરવાનું મન બનાવી રહ્યા છે. જોકે સૌથી પહેલાં તે ડાયરેક્ટર રાજકુમાર હિરાની (Rajkumar Hirani) ની સ્ક્રિપ્ટ પર ફિલ્મ શરૂ કરશે. સૂત્રોએ પોર્ટલને જાણકારી આપી છે કે 'એવું લાગે છે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને ત્રણેય સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તે ત્રણેયને કરવાનું મન બનાવી રહ્યા છે. જોકે રાજકુમાર હિરાની (Rajkumar Hirani) એ સૌથી પહેલાં કિંગ ખાનની ડેટ્સ લોક કરી છે. તે એપ્રિલ 2020માં પોતાની ફિલ્મ શરૂ કરશે. જો બધુ ઠીકઠાક રહે છે તો આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઇ જશે.
fallbacks

તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને રાજકુમાર હિરાની (Rajkumar Hirani) ખૂબ લાંબા સમયથી એકબીજા સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. જ્યારે રાજકુમાર હિરાની (Rajkumar Hirani)એ મુન્નાભાઇ એમબીબીએસ લખી હતી તો સૌથી પહેલાં કિંગ ખાનને લેવાની વાત કરી હતી. જોકે કેટલાક કારણોના લીધે ફિલ્મ તેમની સાથે બની શકી ન હતી પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રાજકુમાર હિરાની (Rajkumar Hirani)નું કિંગ ખાનની સાથે કામ કરવાનું સપનું પુરૂ કરવા જઇ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More