ધર્મશાળા : હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) શાળાઓમાં હવે બીજા ધોરણથી જ સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવશે. રાજ્યનાં શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમને સ્વિકૃતી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશમાં હવે ડમી એડમિશન (Dummy Admission) કરનારી શાળાઓને સબંદ્ધતા સમાપ્ત કરવામાં આવશે. મંગળવારે આયોજીત શિક્ષણ બોર્ડની બેઠકમાં પ્રદેશ શિક્ષણ મંત્રી (Education Minister) સુરેશ ભારદ્વાજે (Suresh bhardwaj) આ અંગે માહિતી આપી હતી.
ગાંધી પરિવારની સુરક્ષા લેવલ-4 પ્રકારની બુલેટપ્રુફ ગાડી, IED હુમલાની પણ અસર નહી
ભારદ્વાજે જણઆવ્યું કે, અત્યાર સુધી ઘણી શાળાઓમાં ડમ્મી એડમિશન કરે છે અને બાળકો બહાર જાય છે. એવા કાર્યોને અટકાવવા માટે શિક્ષણ બોર્ડ સર્વેલન્સ કમિટી બનાવશે. કોઇ યુનિવર્સિટી આવી ગતિવિધિઓમાં સંડોવાયેલી હશે તો તેમની સબંદ્ધતા જ રદ્દ કરી દેવામાં આવશે. ઉપરાંત જ્યાં પહેલા 40 બાળકો પર એક ઇનવિઝિલેટર લગાવાયું હતું. પરંતુ રૂમ નાના હોવાનાં કારણે 40 બાળકો બેસી શકતા નથી. તેને ધ્યાને રાખી હવે 25 બાળકો પર એક ઇનવિઝીલેટર રાખવામાં આવશે.
શાળાના પ્રિન્સિપાલને અચાનક શું સુઝ્યું કે બાળકોને લાઇનમાં ઉભા રાખીને વાળ કાપી નાખ્યા !
મહારાષ્ટ્ર: સપા તૈયાર પરંતુ કોંગ્રેસ-NCPની બેઠક બાદ શિવસેનાને મળશે ગુડ ન્યુઝ ?
પત્રકારો દ્વારા પુછવામાં આવેલા 500 પ્રાઇમરી સ્કુલમાં ઓછા રૂમ હોવાનાં કારણે શિક્ષણમંત્રીએ કહ્યું કે, રૂમ ઓછા છે પરંતુ એટલા બધા પણ નહી પરંતુ જે થોડા નાનકડી સમસ્યા છે, તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. અહીં એક રૂમ છે, ત્યાં બીજા રૂમને જોડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર તમામ પ્રકારે વિદ્યાર્થીઓનું હિત ઇચ્છે છે અને તે માટે પ્રયાસો પણ કરી રહી છે. શાળામાં ઓછા રૂમ હોવાની સમસ્યાને ઉકેલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે