Home> Entertainment
Advertisement
Prev
Next

Actress એ તેના જ ભાઈના ટુકડા ટુકડા કરી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે કરી ધરપકડ

કન્નડ અભિનેત્રી શનાયા કાટવે (Shanaya Katwe) પર ગંભીર આરોપો લાગ્યા છે. ફિલ્મ 'Ondu Ghanteya Kathe' માં નજર આવી ચૂકેલી આ અભિનેત્રી પર તેના ભાઈની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે તેની 32 વર્ષીય ભાઇ રાકેશ કાટવેની હત્યા બદલ ધરપકડ કરી છે

Actress એ તેના જ ભાઈના ટુકડા ટુકડા કરી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી: કન્નડ અભિનેત્રી શનાયા કાટવે (Shanaya Katwe) પર ગંભીર આરોપો લાગ્યા છે. ફિલ્મ 'Ondu Ghanteya Kathe' માં નજર આવી ચૂકેલી આ અભિનેત્રી પર તેના ભાઈની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે તેની 32 વર્ષીય ભાઇ રાકેશ કાટવેની હત્યા બદલ ધરપકડ કરી છે. શનાયાને ગુરુવારે હુબલી રૂરલ પોલીસે ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.

fallbacks

ટુકડામાં મળ્યો મૃતદેહ
પોલીસે આ કેસમાં શનાયા કાટવેના (Shanaya Katwe) પ્રેમી નિયાઝ અહેમદની પણ ધરપકડ કરી છે. આ સાથે વધુ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં 21 વર્ષીય તૌસિફ ચન્નાપુર, અલ્તાફ મુલ્લા અને અમન ગિરનીવાલે શામેલ છે. અહેવાલો અનુસાર, રાકેશનું માથું દેવવરગુડીહાલના જંગલ વિસ્તારમાં મળી આવ્યું હતું અને તેના શરીરના અન્ય ભાગ કાપવામાં આવ્યા હતા, જે ગડગ રોડ અને હુબલીના અન્ય વિસ્તારોમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો:- Corona થી પીડાતા ભારતને જોઈ Priyanka Chopra એ અમેરિકાના રાષ્ટ્રપતિને કરી દીધો સવાલ, લખ્યું 'મારા દેશની હાલત...'

આ રીતે કરી હત્યા
ઘણા રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે હુબલીમાં શનાયા કાટવે (Shanaya Katwe) અને રાકેશના ઘરે એક ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રાકેશની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે તપાસ દરમિયાન અધિકારીએ રાકેશની હત્યાની લિંક તેની પોતાની બહેન શનાયાને મળી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શનાયા આરોપી નિયાઝ અહમદ કટિગાર સાથે કથિત પ્રેમમાં છે.

આ પણ વાંચો:- Neha Dhupia ને કોઈએ કહ્યું મને તમારો બ્રેસ્ટફીડિંગનો વીડિયો બતાવો, પછી નેહાએ કર્યું કંઈક એવું...

રિપોર્ટ્સમાં કહી આ વાત
રિપોર્ટ્સનું માનીએ તો શનાયાને (Shanaya Katwe) નિયાઝ અહેમદ કટિગાર નામના યુવક સાથે અફેર હતું. જે શનાયાના ભાઈ રાકેશ કાટવેને પસંદ ન હતું. રાકેશ આ સંબંધના પક્ષમાં ન હતો. એવામાં શનાયાએ તેના પ્રેમી સાથે મળી પોતાના ભાઈને મોતને ઘાટ ઉતારવાની યોજના બનાવી. ગત 9 એપ્રિલના તેમની ફિલ્મના પ્રમોશન માટે શનાયા હુબલી આવી હતી. તે દરમિયાન આરોપી નિયાઝે તેના ત્રણ મીત્રો સાથે રાકેશની હત્યા કરી હતી. નિયાઝ અને તેના સાથી હુબલી સ્થિત રાકેશના ઘરે પહોંચ્યા અને ત્યાં ગળુ દબાવી તેની હત્યા કરી. ત્યારબાદ નિયઝા અને તેના સાથીઓએ મૃતદેહના ટુકડા કર્યા અને અલગ અળગ જગ્યા પર ફેંકી દીધા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More