Home> Sports
Advertisement
Prev
Next

Corona મહામારીને કારણે ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી20 વિશ્વકપની યજમાની, ICCનો પ્લાન બી તૈયાર

ભારતમાં સતત વધી રહેલા કેસો વચ્ચે કેટલાક વિદેશી ખેલાડી આઈપીએલ છોડીને પોતાના દેશ પરત ફરી રહ્યાં છે. તેવામાં આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપના આયોજન પર સંકટ છવાયું છે. 
 

Corona મહામારીને કારણે ભારત પાસેથી છીનવાઈ શકે છે ટી20 વિશ્વકપની યજમાની, ICCનો પ્લાન બી તૈયાર

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ ભારતમાં તાંડવ મચાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં દરરોજ ત્રણ લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં આ સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) નું આયોજન થઈ રહ્યું છે અને વર્ષના અંતમાં ભારતમાં ટી20 વિશ્વ કપ રમાવાનો છે. કોરોનાને કારણે દેશની જે સ્થિતિ થઈ ગઈ છે, તેને જોવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ભારત પાસેથી ટી20 વિશ્વકપની યજમાની છીનવી શકે છે. 

fallbacks

ડેલીમેલની ખબર પ્રમાણે ભલે ટી20 વિશ્વકપ શરૂ થવામાં હજુ છ મહિનાનો સમય છે, પરંતુ ભારતની હાલની પરિસ્થિતિ જોતા તેવું માનવામાં આવી રહ્યું છે કે યુનાઇટેડ અરબ અમીરાત (UAE) ને ટી20 વિશ્વકપની યજમાની આપી શકાય છે. અહેવાલ પ્રમાણે આઈસીસીએ યૂએઈને સ્ટેન્ડબાય વેન્યૂ તરીકે રાખ્યું છે. પાછલા વર્ષે આઈપીએલનું આયોજન પણ યૂએઈમાં થયું હતું. 

આ પણ વાંચોઃ કોરોના ઇફેક્ટ: IPL ને મધ્યમાં છોડી ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે વોર્નર અને સ્મિથ

ટી20 વિશ્વકપ પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવો પડ્યો હતો. ટી20 વિશ્વકપ માટે ભારતે 9 સ્થળ પસંદ કર્યા છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવાની વાત થઈ છે. 
 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More