Home> Entertainment
Advertisement
Prev
Next

શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છા

શક્તિ કપૂરને બોલીવુડમાં કોમિક અને નેગેટિવ રોલ માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાના 45 વર્ષથી લાંબા કરિયરમાં 700થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 
 

શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છા

નવી દિલ્હીઃ બોલીવુડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ વર્ષે પોતાની ફિલ્મોન લઈને ખુબ વ્યક્ત કરી છે. પાછલા શુક્રવારે તેની ફિલ્મ 'સાહો' રિલીઝ થઈ છે અને આવતા શુક્રવારે ફિલ્મ 'છિછોરે' રિલીઝ થશે. આ સિવાય રેમો ડિસૂજાની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી'મા તે વરૂણ ધવનની સાથે જોવા મળશે. 

fallbacks

પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રીઝમાં લોકોના દિલ પર રાજ કરનારા શક્તિ કપૂર શુક્રવારે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ તકે પોતાની પુત્રી શ્રદ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પિતાની ફોટોનો કોલાજ બનાવીને શેર કર્યો છે. 

આ કોલાજમાં શક્તિ કપૂર દ્વારા વિભિન્ન ફિલ્મોમાં ભજવવામાં આવેલા પાત્રોનો ફોટો છે. તેણે ફોટોના કોલાજમાં કેપ્શન આપ્યું, 'જન્મદિવસની શુભકામના બાપૂ! તમે મારૂ દિલ છો. આઈ લવ યૂ પાપા, '

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy Birthday Baapu! You are my heart. I love you ❤️ @shaktikapoor

A post shared by Shraddha (@shraddhakapoor) on

શક્તિ કપૂરને બોલીવુડમાં કોમિક અને નેગેટિવ રોલ માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાના 45 વર્ષથી લાંબા કરિયરમાં 700થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. શક્તિ કપૂરને 'લોફર', 'અંદાજ અપના અપના', 'જુડવા', 'રાજા બાબૂ', 'તોહફા' જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More