ચેતન પટેલ/સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાઈક સવારને અડફેટે લીધો હતો. ઘટના સ્થળે જ બાઇક ચાલકનુ કરુણ મોત નીપજતા લોકોએ ગાડીમા તોડફોડ કરી નાખી હતી. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો.
ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સી સામે શિવજીનગર પાસે રોડ પર ડોર ટુ ડોર કચરાની ગાડી પુરપાટ ઝડપે દોડી રહી હતી. દરમિયાન ગાડીની આગળ ચલાવતા બાઇક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. જેમા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ રોષમા ગાડીમા તોડફોડ કરી નાખી હતી.
બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમા મૃતક બાઇક ચાલક સુરેશ સહાની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ પોસ્ટ મટમ અર્થે મોકલી આપ્યો હતો. હાલ તો ડીડોલી પોલીસે ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે