Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Singh Rajput ની બહેને શેર કરી ભાઈની છેલ્લી પોસ્ટ, કહી આ વાત

શ્વેતાની આ પોસ્ટે સુશાંતના ફેન્સને ઇમોશનલ કરી દીધા છે. આ પોસ્ટમાં તેના ભાઈને ક્યારેય ન જોવાનું દુખ છલકી રહ્યું છે. તો સુશાંતના ફેન્સ પણ શ્વેતાની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 
 

Sushant Singh Rajput ની બહેને શેર કરી ભાઈની છેલ્લી પોસ્ટ, કહી આ વાત

નવી દિલ્હીઃ પાછલા વર્ષે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajpoot) ના નિધને બધાને ચોંકાવી દીધા હતા. સુશાંત સિંહ રાજપૂતને તેના પરિવારજનો, મિત્રો અને ફેન્સ હજુ ભૂલી શક્યા નથી. તેનો નજારો સોશિયલ મીડિયા પર જોવા મળતો રહે છે. ક્યારેક કોઈ ટ્રેન્ડ દ્વારા તો ક્યારેક સુશાંત માટે ન્યાય માંગતા. હવે હાલમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એકવાર ફરી પોતાના ભાઈને યાદ કર્યો છે. 

fallbacks

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સુશાંતના નિધન બાદ તેની બહેનને પણ ઘણા લોકો ફોલો કરી રહ્યા છે. શ્વેતા પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ભાઈ માટે ન્યાયની માંગ કરતી રહે છે. તેણે હાલમાં સુશાંતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી તેને યાદ કર્યો છે. 

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ અભિનેતાની છેલ્લી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું, ભાઈની છેલ્લી પોસ્ટ.... મારૂ દિલ દુખથી ભરાઈ જાય છે જ્યારે મને તે અહેસાસ થાય થે કે હું તને હકીકતમાં ક્યારેય જોઈ શકીશ નહીં. કોઈ પ્રકારનું દુખ તમને ટૂકતામાં તોડી નાખે છે. આપણે જેટલા તે ટૂકડાને સંભાળતા અને પરત બનાવવાનો પ્રયાસ કરીએ તો લાગે છે કે આ અશક્ય કામ છે. 

આ પણ વાંચોઃ અનુપમામાં હવે આવવાનો છે દિલધડક વળાંક!, ડો. અદ્વૈત કરશે શોકિંગ ડિમાન્ડ

શ્વેતાની આ પોસ્ટે સુશાંતના ફેન્સને ઇમોશનલ કરી દીધા છે. આ પોસ્ટમાં તેના ભાઈને ક્યારેય ન જોવાનું દુખ છલકી રહ્યું છે. તો સુશાંતના ફેન્સ પણ શ્વેતાની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોઈ આ પોસ્ટ પર શ્વેતાને સાંત્વના આપી રહ્યાં છે તો કોઈ ભાવુક થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More