Home> Sports
Advertisement
Prev
Next

IPL 2021: દેશમાં કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યો પેટ કમિન્સ, પીએમ કેર ફંડમાં આપ્યા 50 હજાર ડોલર

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે ભારતની મદદ કરી છે. તેણે ટ્વિટર પર એક પોસ્ટ કરીને મદદની જાહેરાત કરી છે. 

IPL 2021: દેશમાં કોરોના સંકટ વચ્ચે મદદ માટે આગળ આવ્યો પેટ કમિન્સ, પીએમ કેર ફંડમાં આપ્યા 50 હજાર ડોલર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) રમાઈ રહી છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમતા પેટ કમિન્સે પ્રધાનમંત્રી રાહત કોષમાં 50,000 ડોલરની મદદ કરી છે. કમિન્સે દેશમાં થઈ રહેલી ઓક્સિજનની અછતનો સામનો કરવા માટે મદદ કરી છે. આ પૈસાથી હોસ્પિટલમાં ઓક્સિજન ખરીદી શકાય.

fallbacks

કમિન્સે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી. તેમાં તેણે લખ્યું કે, ભારત એવો દેશ છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી મને ખુબ પ્રેમ મળતો રહ્યો છે અને અહીંના લોકો પણ પ્રેમાળ અને સપોર્ટિંગ છે. હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં કોરોના વાયરસને કારણે ખુબ મુશ્કેલી ઉભી થઈ છે. જેથી દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી થવી સામેલ છે. તેવામાં એક ખેલાડીના નાતે હું પીએમ કેયર્સ ફંડમાં 50 હજાર યૂએસ ડોલર (37 લાખ રૂપિયા) ની સહાયતા રાશિ આપવા ઈચ્છુ છું અને હું મારા સાથી ખેલાડીઓને વિનંતી કરુ છું તે તે પણ મદદ માટે આગળ આવે. 

કમિન્સ આ સમયે ભારતમાં છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહ્યો છે. આ સાથે તેણે પોતાના સાથી ક્રિકેટરોને પણ આ મુશ્કેલ સમયમાં મદદની અપીલ કરી છે. 

મહત્વનું છે કે કોરોના વાયરસ મહામારીના બીજા વેવને કારણે ભારતમાં હાહાકાર મચેલો છે. દેશભરની હોસ્પિટલમાં દવા, બેડ અને ઓક્સિજનની કમી થઈ રહી છે. આ વચ્ચે દેશની સરકાર મહામારીનો સામનો કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહી છે. 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More