Home> Entertainment
Advertisement
Prev
Next

Sonakshi Sinha: સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ થઈ તેજ, જૂન મહિનામાં જ ઝહીર ઈકબાલની બનશે દુલ્હન

Sonakshi Sinha:  અત્યાર સુધી તો સોનાક્ષી સિન્હાની ચર્ચા હીરા મંડીમાં તેના દમદાર અભિનય માટે થઈ રહી હતી પરંતુ હવે તેની પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચા થઈ રહી છે તેના લગ્ન માટેની. 
 

Sonakshi Sinha: સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ થઈ તેજ, જૂન મહિનામાં જ ઝહીર ઈકબાલની બનશે દુલ્હન

Sonakshi Sinha: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાના હીરામંડી વેબ સિરીઝમાં ગ્રે શેડ કેરેક્ટર માટે વખાણ થઈ રહ્યા છે. જ્યારથી આ વેબ સિરીઝ રિલીઝ થઈ છે ત્યારથી તેની જ ચર્ચાઓ થઈ રહી છે. જો કે અત્યાર સુધી તો સોનાક્ષી સિન્હાની ચર્ચા હીરા મંડીમાં તેના દમદાર અભિનય માટે થઈ રહી હતી પરંતુ હવે તેની પર્સનલ લાઈફ ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચા થઈ રહી છે તેના લગ્ન માટેની. 

fallbacks

આ પણ વાંચો: De Tan Mask: ચહેરા પરથી ટૈનિંગ દુર કરવા પ્રિયંકા ચોપડા લગાડે છે આ ડિ ટેન માસ્ક

સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે સોનાક્ષી સિંહા 23 જૂને એક્ટર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે આ ચર્ચા પર સોનાક્ષી સિંહા કે ઝહીર ઈકબાલ તરફથી કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેમણે આ વાતની પુષ્ટિ કરી નથી પરંતુ સોનાક્ષી સિન્હાના લગ્નની અફવાઓ તેજ થઈ ગઈ છે. 

આ પણ વાંચો: આ તારીખથી શરુ થશે બિગ બોસ ઓટીટી 3, અનિલ કપૂર જક્કાસ અંદાજમાં કરશે હોસ્ટ

એક રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિંહા આ મહિનાની 23 તારીખે દુલ્હન બનવા જઈ રહી છે. રિપોર્ટનું માનીએ તો સોનાક્ષી સિંહા એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવાની છે અને તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા છે. સોનાક્ષી સિન્હાના લગ્નમાં પરિવારના લોકો, નજીકના મિત્રો અને હીરા મંડીની સ્ટાર કાસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. સોનાક્ષી અને ઝહીરના લગ્ન માટે ડ્રેસ કોડ ફોર્મલ કપડાં રાખવામાં આવ્યા છે. આ લગ્ન મુંબઈમાં જ થવાના છે તેવી પણ ચર્ચા છે. 

આ પણ વાંચો: Kangana Ranaut ને થપ્પડ મારનાર CISF કર્મીના સપોર્ટમાં ઉતર્યો Vishal Dadlani

મહત્વનું છે કે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જ્યારે સોનાક્ષી સિંહા હીરામંડીની સ્ટારકાસ્ટ સાથે પહોંચી હતી ત્યારે પણ તેણે હસી મજાકમાં કપિલ શર્માને કહી દીધું હતું કે તેને લગ્ન કરવાની ખૂબ જ ઉતાવળ છે... તેવામાં હવે સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ તે જ થઈ છે.. ત્યારે જોવાનું રહ્યું કે આ વાત અફવા નીકળે છે કે ખરેખર સોનાક્ષી સિંહા ઝહીરની દુલ્હન બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More