Home> Entertainment
Advertisement
Prev
Next

ફરી ટ્રોલ થઈ Sonakshi Sinha, લોકોએ અજય દેવગણને કરી આ ખાસ અપીલ

ફિલ્મ 'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા(Bhuj: The Pride of India)'ની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું વધુ એક પોસ્ટર શુક્રવારે બહાર પડ્યું. જેમાં સોનાક્ષી સિન્હા જોવા મળી. સોનાક્ષી સિન્હા આ ફિલ્મમાં સુંદરબેન જેઠા મધારપર્યાની ભૂમિકા ભજવી રહી છે. સોનાક્ષી સિન્હા ગુજરાતણ તરીકે જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સોનાક્ષી, અજય દેવગણની સાથે જોવા મળશે. સોનાક્ષીનો આ લૂક સામે આવતા જ ટ્વિટર પર યૂઝર્સે તેને ફરીથી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. 

ફરી ટ્રોલ થઈ Sonakshi Sinha, લોકોએ અજય દેવગણને કરી આ ખાસ અપીલ

નવી દિલ્હી: ફિલ્મ 'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા(Bhuj: The Pride of India)'ની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું વધુ એક પોસ્ટર શુક્રવારે બહાર પડ્યું. જેમાં સોનાક્ષી સિન્હા જોવા મળી. સોનાક્ષી સિન્હા આ ફિલ્મમાં સુંદરબેન જેઠા મધારપર્યાની ભૂમિકા ભજવી રહી છે. સોનાક્ષી સિન્હા ગુજરાતણ તરીકે જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સોનાક્ષી, અજય દેવગણની સાથે જોવા મળશે. સોનાક્ષીનો આ લૂક સામે આવતા જ ટ્વિટર પર યૂઝર્સે તેને ફરીથી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. 

fallbacks

અજય દેવગણે શેર કરેલા આ પોસ્ટરને રિટ્વીટ કરતા એક યૂઝરે લખ્યું કે સર અમે તમારું મનથી સન્માન કરીએ છીએ પરંતુ સોનાક્ષી સિન્હાનું નહીં. તે સેન્સલેસ છે. 0 ટકા અભિનય કૌશલ, અમે તેનાથી નફરત કરીએ છીએ. પ્લિઝ તેને આ ફિલ્મમાંથી બહાર કાઢી મૂકો. અમે તમને પ્રેમ કરીએ છીએ સર. 

એક અન્ય યૂઝરે લખ્યું કે મિત્રો સુશાંત સિંહ રાજપૂતના ટાઈમ પર નેગેટિવિટી થઈ રહી છે તેવું બોલીને સોનાક્ષીએ ટ્વિટર ડિએક્ટિવેટ કર્યું હતું. હવે ટાઈમ આવી ગયો છે તેની મૂવીને છોડતા નહીં. આ બાજુ અન્ય એક યૂઝરે લખ્યું કે જ્યારે તમે ટ્વિટર છોડી દો છો અને આમ છતાં લોકો તમને ટ્રેન્ડ કરે છે. 

અત્રે જણાવવાનું કે ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી ફિલ્મ છે. જેમાં અજય દેવગણ લીડ રોલ ભજવી રહ્યો છે. જે એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અજયનો લૂક પહેલા જ જોવા મળી ગયો છો. કર્ણિક 1971ના યુદ્ધ દરમિયાન એરબેસ ઈન્ચાર્જ હતાં. પાકિસ્તાનની બોમ્બારી છતાં એરબેસનું ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અભિષેક દુધિયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અજય દેવગણ, સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી, અને શરદ કેલકર જેવા કલાકારો જોવા મળશે. ભૂષણકુમાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More