Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: વટવા GIDC કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, 2 કારીગરોનાં મોત, એકની સ્થિતી ગંભીર

વટવા GIDC વિસ્તારમાં આવેલી શક્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં બે કારીગરોનાં મોત નિપજ્યાં છે. ગેસ ગળતર સમયે એક કારીગરને બચાવવા જતા અન્ય કારીગરનું પણ મોત નિપજ્યું છે. કારીગરોને વેસલમાં ઉતરનારા અન્ય કારીગરોને પણ ઝેરી ગેસની અસર થઇ છે. બે કારીગરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર છે. પોલીસ દ્વારા એક વેસલમાં ઉતારનારા સુપર વાઇઝરની ધરપકડ કરવામાં આવી છે. 

અમદાવાદ: વટવા GIDC કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, 2 કારીગરોનાં મોત, એકની સ્થિતી ગંભીર

અમદાવાદ : વટવા GIDC વિસ્તારમાં આવેલી શક્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં બે કારીગરોનાં મોત નિપજ્યાં છે. ગેસ ગળતર સમયે એક કારીગરને બચાવવા જતા અન્ય કારીગરનું પણ મોત નિપજ્યું છે. કારીગરોને વેસલમાં ઉતરનારા અન્ય કારીગરોને પણ ઝેરી ગેસની અસર થઇ છે. બે કારીગરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર છે. પોલીસ દ્વારા એક વેસલમાં ઉતારનારા સુપર વાઇઝરની ધરપકડ કરવામાં આવી છે. 

fallbacks

Gujarat Corona Update: કોરોનાયુક્ત 960, કોરોના મુક્ત 1061, કેન્દ્રીય ટીમની ગુજરાત મુલાકાત સમયે રેકોર્ડ

બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર GIDC  ફેઝ -1 શક્તિ કેમિકલ કંપનીમાં રાહુલ, કાલુ, દેવીલાલ, વિશઆળ અને નંદલાલના નામના કારીગરો શુક્રવારે કામ કરી રહ્યા હતા. ડાઇંગ બનાવવા માટે સુપરવાઇઝર રાજુ પટેલે કારીગરોને વેસલમાં માલ નાખવા માટે ઉતાર્યા હતા. જો કે તેમાં સુરક્ષાના સાધનો પણ પહેરાવાયા નહોતા. કારીગરોની સુરક્ષામાં કોઇ જ સાધનો નુકસાન નહી થાય કામ ચાલુ રાખો તેમ જણાવીને કહ્યું હતું. 

અપહરણકારોને પણ લોકડાઉન નડ્યું ! ષડયંત્રને અંજામ આપે તે પહેલા પોલીસે ઝડપી લીધા

દરમિયાન વિશાલ નામના કારીગર નીચે ઉતર્યો હતો. તેના હાથમાંથી કેમિકલની થેલી પડી જતા કેમિકલ ફેલાવા લાગ્યો હતો. તેને કેમિકલનીઅસરથી બચાવવા અન્ય બે કારીગરો પણ ઉતર્યા હતા. જેના કારણે એકનું મોત નિપજ્યું હતું જ્યારે એકની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More