South Actress Mahalakshmi And Ravindar chandrasekaran: સાઉથ ફિલ્મ પ્રોડ્યુસરે સ્ટાર વાઈફ સાથે એક તસવીર શેર કરી છે, જેમાં બંને મંદિરની સામે ઉભા છે. તમિલ તહેવાર થાઈ પૂસમ નિમિત્તે આ દંપતી ભગવાનના આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા હતા. ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'થાઈ પૂસમ - અમે ના માત્ર તે સંબંધ માટે પ્રાર્થના કરીએ છીએ જેનાથી અમને પ્રેમ છે. પણ તે સંબંધ માટે પણ પ્રાર્થના કરીએ છીએ જે આપણને પ્રેમ કરે છે.
ફિલ્મ નિર્માતાઓ ઘણી વખત તેમની પત્નીઓને લક્ઝરી લાઈફ આપવાનો પ્રયાસ કરે છે. તેઓ કામમાંથી બ્રેક લઈને રેસ્ટોરન્ટમાં પણ જાય છે અને બંનેને સાથે જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે આ કપલ માતાપિતા બનશે. થોડા દિવસો પહેલા રવિન્દ્ર ચંદ્રશેખરે પત્ની લક્ષ્મી સાથેનો આ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં બંને ભોજનનો લુત્ફ ઉઠાવી રહ્યાં હતા. જેમાં અભિનેત્રીનું ટમી દેખાઈ રહ્યું છે અને તેથી લોકો માને છે કે તે હવે સારા સમાચાર આપવા જઈ રહી છે.
આ પણ વાંચો :
સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં ખર્ચાયા 6 કરોડ! આ કપલે કર્યાં છે સૌથી મોંઘા લગ્ન
જગજીત સિંહની પાછળ પડ્યા હતા આ દેશના જાસૂસ, પછી જે થયું...જાણીને ચોંકી જશો
બોલીવુડના આ સ્ટાર કપલ્સે પણ લગ્નમાં પાણીની જેમ ખર્ચ્યા હતા કરોડો રૂપિયા
તસવીરની કોમેન્ટ તમે જાતે જોઈ શકો છો, જેમાં કેટલાક નેટીઝન્સ તેને પ્રેગ્નેન્ટ કહી રહ્યા છે. ફોટો શેર કરતા રવિન્દ્રને લખ્યું, 'મારી ખુશી એટલા માટે નથી કે હું તને પ્રેમ કરું છું.. તે માત્ર એટલા માટે છે કે તું મારા માટે જીવો છો, ભલે હું તેને વ્યક્ત ના કરું.' આ બંનેની તસવીર જોઈને જ્યાં કેટલાક લોકો આ બંનેના પ્રેમને સાચો કહે છે, તો કેટલાક લોકો એવા છે જે આ લગ્નને રૂપિયાથી તોલે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ રવિન્દ્રન સાથે બીજા લગ્ન કર્યા છે અને તેમને પહેલા પતિથી એક પુત્ર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાલક્ષ્મી અને રવિન્દ્રની મુલાકાત ફિલ્મ 'વિદ્યુમ વારાઈ કથિરુ' દરમિયાન થઈ હતી. સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો. અભિનેત્રીએ તેની સાથે લગ્ન કરવા માટે પોતાને નસીબદાર ગણાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે