Lok Sabha Electon Survey: લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ એકવાર ફરીથી કાર્યકરોમાં જીત માટે જોશ ભરી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ સ્તર પર કામ કરી રહી છે. આ બધા વચ્ચે એક તાજો સર્વે સામે આવ્યો છે જેનાથી ખબર પડે છે કે ભાજપને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો તરફથી પણ ટક્કર મળી શકે છે. આંકડા સાક્ષી પૂરે છે.
એક તાજો સર્વે કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે અને સી વોટરના આ તાજા સર્વેમાં તમામ પાર્ટીઓના વોટશેર પર નજર ફેરવીએ તો ભાજપની સરખામણીએ કોંગ્રેસ ઘણી પાછળ છે પરંતુ અન્ય પક્ષોને જોઈએ તો તે ભાજપની બરાબર પહોંચે છે. સર્વેમાં કુલ મતોના 22 ટકા કોંગ્રેસને મળતા દેખાડવામાં આવ્યા છે. જ્યારે 39-39 ટકા મત ભાજપ અને અન્યના ખાતામાં જઈ રહ્યા છે.
જો કે ગત સામાન્ય ચૂંટણીની સરખામણીમાં ભાજપની ટકાવારી વધી છે. પરંતુ વોટ શેરમાં ઉતાર ચ ઢવ કઈ રીતે ફાયદો કે નુકસાન પહોંચાડી શકે છે તે ભાજપ કરતા વધુ સારું કોણ સમજી શકે છે. 2014માં ભાજપના વોટશેરમાં વધારાએ પાર્ટીને એક ઝટકે સત્તામાં પહોંચાડી દીધી હતી. જ્યારે 2009માં 200 કરતા વધુ સીટ મેળવનારી કોંગ્રેસ તળીયે પહોંચી ગઈ હતી. 2014માં કોંગ્રેસને માત્ર 44 બેઠક મળી હતી.
ભાજપ માટે આ છે રાહતની વાત
આ બધા વચ્ચે ભાજપ માટે એક રાહતની વાત એ જરૂર હોઈ શકે કે અન્ય પક્ષોના વોટશેરમાં ગત 1.5 વર્ષથી ઘટાડો જોવા મળી રહ્યો છે. દોઢ વર્ષ વચ્ચે થયેલા ત્રણ સર્વેમાં અન્ય પક્ષોનો આંકડો 43 ટકાથી ઘટીને 39 ટકા પર પહોંચી ગયો છે. આ બધા વચ્ચે ભાજપનો વોટ શેર 2 ટકા વધીને 37થી 39 ટકા પર પહોંચી ગયો છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે 2019માં પણ અન્ય પક્ષોને 43 ટકા મત મળ્યા હતા. જેમાં વધારો જોવા મળ્યો હતો અને ઓગસ્ટ 2021ના સર્વેમાં આ 46 ટકા પર પહોંચી ગયો હતો.
જો કે હવે ટેન્શન કોંગ્રેસ પણ આપે છે જેના વોટ શેરમાં ત્રણ સર્વે દરમિયાન 2 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2022માં કોંગ્રેસનો વોટ શેર 20 ટકા હતો. જે ઓગસ્ટ 2022માં 21 અને જાન્યુઆરી 2023માં 22 ટકા પહોંચી ગયો હતો.
10 વર્ષમાં ભાજપ-કોંગ્રેસની સ્થિતિ
2009થી 2019 દરમિયાન ત્રણ લોકસભા ચૂંટણી પર નજર ફેરવીએ તો ભાજપ માટે સારી વાત એ છે કે તેના વોટ શેરમાં સતત વધારો થયો છે. 2009માં ભાજપને 18.8 ટકા મત મળ્યા હતા. ત્યારબાદ 2014મં મોદી લહેરમાં પાર્ટીને 31.34 ટકા મત મળ્યા. જ્યારે મોદી સહેર 2.0માં ભાજપને 37.76 ટકા મત મળ્યા. આ ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને 2009માં 28.55 ટકા મત મળ્યા હતા. જ્યારે 2014 અને 2019માં ક્રમશ 19.52 અને 19.70 ટકા મત મળ્યા હતા.
કોની બનશે સરકાર?
સર્વેમાં સવાલ પૂછાયો કે જો હાલ ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તો લોકએ એનડીએના પક્ષમાં બહુમત આપ્યો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 298 સીટ મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. યુપીએને 153 બેઠકો મળતી જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે