Star Kid Sitara: ફિલ્મી સિતારાઓની સાથે તેમના બાળકો પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. ફિલ્મી કલાકારોના બાળકોને સ્ટાર કીડ તરીકે ઓળખવામાં આવે છે. તેમના બાળકો હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. જેમકે આલિયા અને રણબીરની દીકરી રાહા, નિક જોનસ અને પ્રિયંકાની દીકરી માલતી મેરી, શાહરુખ ખાનના બાળકો, કરીના અને સૈફના બાળકો. આ બધા જ સ્ટાર કીડ અત્યારથી જ ફેમસ થવા લાગ્યા છે. આજે તમને આવી જ એક સ્ટાર કીડ વિશે જણાવીએ જે ખૂબ નાની ઉંમરમાં જ સુપરસ્ટાર બની ગઈ છે.
આ પણ વાંચો: Video: શિવાંગી જોશી-કુશાલ ટંડનનો Kiss કરતો વીડિયો વાયરલ, અફેરની ચર્ચાઓ તેજ
અહીં વાત થઈ રહી છે તેલગુ સુપર સ્ટાર મહેશ બાબુ અને અભિનેત્રી નમ્રતા શિરોડકરની દીકરી સિતારાની. સિતારા હાલ 12 વર્ષની જ છે અને તે ટાઈમ સ્ક્વેર પર છવાઈ ગઈ છે. તાજેતરમાં જ સીતારાને પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર સીતારાને એકટીંગ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે નાની ઉંમરથી જ સીતારા સુપરસ્ટાર જેટલી ફી લેવા લાગી છે. જોકે આ ધન રાશિને તેણે દાનમાં આપી દીધી હતી. આ પ્રોજેક્ટ પહેલા સિતારા પોતાના પિતા મહેશ બાબુ સાથે એક વીડિયોમાં જોવા મળી હતી. સાથે જ છે સિતારાએ ડિઝનીની ફિલ્મ ફ્રોઝન 2 ના તેલગુ ડબમાં બેબી એલ્સાનો અવાજ પણ આપેલો છે.
આ પણ વાંચો: Maidan: અજય દેવગનની ફિલ્મ મૈદાન જુઓ ઘરબેઠા, જાણો કયા OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ
સીતારાની વાત કરીએ તો તેના પિતા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ છે. તેની માતા નમ્રતા પણ 90 ના દાયકામાં બોલીવુડની અને તેલુગુ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રહી છે. મહેશ અને નમ્રતા એ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. તેમને સંતાનોમાં બે બાળકો છે જેમાં એક સિતારા અને બીજો દીકરો ગૌતમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે