Home> Spiritual
Advertisement
Prev
Next

Dhan Labh Upay: ઘરની બરકત વધારવાના 5 અચૂક ઉપાય, તેલના દીવાનો ઉપાય તો તુરંત કરે છે અસર

Dhan Labh Upay: ઓછું કે વધારે દરેક વ્યક્તિને ધનની જરૂરિયાત હોય છે. તેથી લોકો અલગ અલગ રીતે ધન કમાતા હોય છે પરંતુ ઘણા લોકો સારું ધન કમાય છે છતાં ઘરમાં બરકત દેખાતી નથી. ઘરમાં સતત આર્થિક સમસ્યા રહે છે કારણ કે આવક કરતા ખર્ચ વધારે હોય છે. 

Dhan Labh Upay: ઘરની બરકત વધારવાના 5 અચૂક ઉપાય, તેલના દીવાનો ઉપાય તો તુરંત કરે છે અસર

Dhan Labh Upay: આજના સમયમાં ધન વિના જીવન શક્ય નથી. ઓછું કે વધારે દરેક વ્યક્તિને ધનની જરૂરિયાત હોય છે. તેથી લોકો અલગ અલગ રીતે ધન કમાતા હોય છે પરંતુ ઘણા લોકો સારું ધન કમાય છે છતાં ઘરમાં બરકત દેખાતી નથી. ઘરમાં સતત આર્થિક સમસ્યા રહે છે કારણ કે આવક કરતા ખર્ચ વધારે હોય છે આવી સ્થિતિ હોય તો તેને બદલવા માટે અને ઘરમાં બરકત વધે તે માટે પાંચ અસરકારક ઉપાય કરી શકો છો. શાસ્ત્રો અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક અને બચત બંને વધે છે. 

fallbacks

ઘરમાં બરકત લાવતા 5 ઉપાય 

આ પણ વાંચો: બુધની રાશિ મિથુનમાં સૂર્ય કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓ માટે સૂર્યનું ગોચર લાભકારી

1. સૌથી પહેલો ઉપાય કપૂરનો છે. પૂજા પાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કપૂરને સકારાત્મક ઉર્જા વધારનાર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એક વખત ઘરમાં કપૂર અચૂક સળગાવવો. જો આ કામ રવિવાર અથવા શુક્રવારે કરો છો તો સૌથી સારું.

2. બીજો ઉપાય સરસવના તેલનો છે. સંધ્યા સમયે પૂજા કરો ત્યારે સરસવના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ ઉમેરી દો. રોજ આ દીવો ઘરમાં કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. 

આ પણ વાંચો: Lal Kitab Upay: કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તુરંત કરો લાલ કિતાબના આ ઉપાય

3. ત્રીજો ઉપાય રોટલીનો છે. જ્યારે પણ ઘરમાં રોટલી બનાવો તો પહેલી રોટલી તવા પર નાખતા પહેલા તેના પર દૂધ છાંટો. ત્યાર પછી રોટલી બનાવો. પહેલી બનેલી રોટલી ગાય માતાને ખવડાવો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. 

4. ઘરમાં બરકત વધારવી હોય તો તુલસીનો ઉપાય પણ અસરકારક છે. તુલસીના ઉપાયથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે તુલસીમાં જળ અર્પણ કરી તેની પાસે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

આ પણ વાંચો: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીં

5. સનાતન ધર્મમાં દાનને સૌથી શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે. દાન જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે. રોજ શક્ય ન હોય તો એક દિવસ નક્કી કરી લેવો. તે દિવસે જરૂરિયાતમંદને અનાજ, કપડા, પૈસા વગેરેનું દાન યથાશક્તિ કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More