Home> Entertainment
Advertisement
Prev
Next

સુહાના ખાનની પર્દાપણ ફિલ્મનો ફર્સ્ટલુક રિલીઝ! ખાસ છે શાહરૂખની પુત્રીનો અંદાજ

સુપરસ્ટાર શાહરૂખની પુત્રી સુહાના ખાનની પર્દાપણ ફિલ્મનો ફર્સ્ટલુક સામે આવી ગયો છે. આ તસવીર સામે આવતા સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. 

સુહાના ખાનની પર્દાપણ ફિલ્મનો ફર્સ્ટલુક રિલીઝ! ખાસ છે શાહરૂખની પુત્રીનો અંદાજ

નવી દિલ્હીઃ બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં ક્યારેક પોતાની તસવીરો તો ક્યારેક પોતાની પાર્ટીને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ હવે તેની તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુપરસ્ટાર શાહરૂખની પુત્રી સુહાના ખાનની પર્દાપણ ફિલ્મનો ફર્સ્ટલુક સામે આવી ગયો છે. આ તસવીર સામે આવતા સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. 

fallbacks

સુહાના હાલમા લંડનની આર્ડિગલી કોલેજમાંથી પોતાના સ્થાનકનો અભ્યાસ પૂરો કર્યો અને હવે તે અંગ્રેજી શોર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'થી અભિનયમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મના ડાયરેક્ટર સુહાનાના સહપાઠી થિયો જિમેનો છે. જુઓ ફિલ્મમાં સુહાનાનો ફર્સ્ટલુક.... 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#thegreypartofblue art by @olsdavis

A post shared by Theo Gimeno (@theodoregimeno) on

જિમેનોએ ફિલ્મના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે જેમાં સુહાના નજર આવી રહી છે. ફિલ્મમાં સુહાના સિવાય રોબિન ગોનેલા પણ છે. 

આ પહેલા સુહાના રંગમંચના એક નાટકમાં મુખ્ય ભૂમિકામાં પોતાના અભિનયનું પ્રદર્શન કરી ચુકી છે અને હવે બધાને તેના આ ઓન સ્ક્રિન ડેબ્યૂનો ઇંતજાર છે. 

fallbacks

અભિનય પ્રત્યે પોતાના પ્રેમને વ્યક્ત કરતા સુહાનાએ પપહેલા મેગેઝિનને જણાવ્યું હતું, 'ધ ટેમપેસ્ટના સ્કૂલ પરફોર્મસમાં મેં મિરાંડાની ભૂમિકા ભજવી. અહીં શીખવા માટે ઘણું છે અને તેને કરવાની એક રીત કામ ઝડપથી શરૂ કરવું છે. પરંતુ પહેલા મારે યુનિવર્સિટીમાં જઈને મારો અભ્યાસ પૂરો કરવો પડશે.'

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More