ચેતન પટેલ/સુરત: પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે સમગ્ર દેશમા ગમગીની ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે સુષમા સ્વરાજે સુરતના વેસુ વિસ્તારમા રહેતા અગ્રવાલ પરિવારને પણ મદદ કરી હતી. અગ્રવાલ પરિવારના ન્યુઝિલેન્ડમાં ફસાઇ જતા ત્યાં તેમની મદદ કરી હતી.
સંદિપભાઇ પોતાની પત્ની સાથે 4 માર્ચ 2019ના રોજ ન્યુઝિલેન્ડ ફરવા માટે ગયા હતા. જ્યા તેમની કારનો અકસ્માત નડયો હતો. અકસ્માત થતાની સાથે જ સંદિપના પિતા હિમાશુભાઇએ પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વારજને ટ્વીટ દ્વારા મદદ માંગી હતી. ટ્વીટ મળતાની સાથે જ સુષ્મા સ્વરાજે અડધો કલાકની અંદર ન્યુઝિલેન્ડની એમબેસીને જાણ કરી મદદની ગુહાર કરી હતી.
જુઓ LIVE TV :
ન્યુઝિલેન્ડ સરકાર દ્વારા અગ્રવાલ પરિવારને મદદ કરી તેમને હોસ્પિટલ મોકલી આપવામા આવ્યા હતા. સાથોસાથ ત્યાની સરકાર દ્વારા જપ્ત કરાયેલા પાસપોર્ટ પણ સુષ્મા સ્વરાજની મદદથી પાછા આપી દેવામા આવ્યા હતા. આજે આપણી વચ્ચે સુષ્માસ્વરાજ નથી રહ્યા ત્યારે તેમની માનવતા અને ઉદારતા હજી પણ અગ્રવાલ પરિવાર યાદ કરી તેમને સલામ આપી રહ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે