નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને 12 દિવસ થઈ ગયા છે. સુશાંતના અતાનક સુસાઇડને લઇને તેના ચાહકોથી લઇને પરિવાર અને ફિલ્મ જગત અત્યાર સુધી શોકમાં છે. આ વચ્ચે સુશાંતના પિતાનું એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેના પિતા કૃષ્ણ કુમાર સિંહએ સુશાંત સાથે થયેલી તેમની છેલ્લી વાતચીતનો લોકો સામે ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો:- Sushant Singh Rajput ની Dil Bechara પ્રમોશન કરશે આ એક્ટર, નિભાવશે મિત્રતા
અમારી સહયોગી વેબસાઈટ dnaindia.comમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર એક ટેલીવિઝન ઇન્ટરવ્યૂમાં સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહે કહ્યું કે, જ્યારે તે નાનો હતો ત્યારે તે ખુલ્લા વિચારનો હતો. પરંતુ જ્યારે મોટો થવા લાગ્યો તો ઘણો રિઝર્વ રહેવા લાગ્યો. તેમણે ખુલાસો કર્યો કે, તેમની છેલ્લી વાતચીતમાં સુશાંતે તેના પિતાને કહ્યું હતું કે, તે તેની આગામી ફિલ્મ દિલ બેચારાના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છે અને ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન કરી લેશ.
આ પણ વાંચો:- 16 વર્ષની જાણીતી ટિકટોક સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા
સુશાંતના પિતાએ કહ્યું, આ અંગે વાત થઈ હતી, તેણે કહ્યું હતું કે, કોરોનામાં તો નહીં, પણ ત્યારબાદ એક ફિલ્મ આવી રહી છે. તે કર્યા બાદ ફેબ્રુઆરી-માર્ચમાં જોઇએ લગ્ન કરી લઈશ. આ લાસ્ટ વાત થઈ હતી તેની સાથે મારી. તમને જણાવી દઇએ કે, સુશાંત ફિલ્મ કાસ્ટિંગ ડાયરેક્ટરમાંથી ડાયરેક્ટર બનેલા મુકેશ છાબડાની સાથે ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)માં નજર આવવાનો હતો. તેમાં તેની સાથે સંજના સાંઘી લીડ એક્ટ્રેસની ભૂમિકામાં જોવા મળવાની છે. જે આગામી મહિને 24 તારીખના રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે