નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) ફિલ્મ કાઇ પો છે! (Kai Po Che!) ને રિલીઝ થયાને 8 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' (Three Mistakes Of My Life) ઉપન્યાસ પર આધારીત હતી. આ ફિલ્મને લોકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મથી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે બોલીવુડમાં (Bollywood) પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ (Rajkumar Rao) અને અમિત સાધ (Amit Sadh) પણ મુખ્ય રોલમાં હતા. હવે આ ફિલ્મના સેટથી એક અનસીન વીડિયો સામે આવ્યો છે.
નિર્દેશક અભિષેક કપૂરે (Abhishek kapoor) એક વીડિયો શેર કર્યો છે. જેને જોઇ સુંશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) ફેન્સ ઇમોશનલ થયા હતા. આ વીડિયોમાં સુશાંતનો મસ્તી ભર્યો અંદાજ ફેન્સને જોવા મળી રહ્યો છે. ફેન્સ તેના પર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાના ફેવરેટ સ્ટારને યાદ કરી રહ્યા છે.
આ પણ વાંચો:- ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી બહાર નીકળ્યો Hritik Roshan, Kangana વિરૂદ્ધ નોંધાવ્યું નિવેદન
સુશાંતનો ખાસ અંદાજ
અભિષેકે જે વીડિયો શેર કર્યો છે તે ફિલ્મની શૂટિંગ સમયનો છે. સેટ પર થયેલી મસ્તી-મજાક આ વીડિયોમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિષેક ફિલ્મને લઇને વાત કરતા જોવા મળી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે, કેવી રીતે રોક ઓન જોઇ તેમને આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. આ સાથે જ ફિલ્મમાં ત્રણ સ્ટાર્સ પણ વીડિયોમાં ખુબ જ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
સુશાંત હતો આટલો મસ્તીખોર
આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મસ્તી ભર્યું જીવન જીવી રહ્યો છે. તેના ફેન્સ તે પળ જોઇ શકશે જે ક્યારે સામે આવ્યા નથી. વીડિયોમાં સુશાંત વાત કરતા પણ જોવા મળી રહ્યો છે. તે ક્યારે કારમાં બેસતો જોવા મળી રહ્યો છે તો ક્યારેક કારની છત પર સુતો. સુશાંતના ફેન્સ તેનો આ અંદાજ જોઇ ફરી એકવાર ઇમોશનલ થયા છે.
આ પણ વાંચો:- Irrfan Khan ના પુત્રને લોકોએ કહ્યું છોકરી, તેના જવાબમાં જાણો શું કહ્યું Babil એ
ફેન્સ હમેશાં કરે છે યાદ
તમેન જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) ગયા બાદ પણ ફેન્સ તેને ભૂલી શક્યા નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતો રહે છે. આમ તો ફિલ્મની વાત કરીએ તો સુશાંતના પાત્રને આ ફિલ્મમાં ઘણું પસંદ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે