Home> India
Advertisement
Prev
Next

Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- આપણે એવા ભારતની જરૂર નથી જ્યાં એક વિચાર બીજા વિચારો પર રાજ કરે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે, એવું ભારત જોતું નથી જ્યાં એક વિચાર બીજા વિચારો પર રાજ કરે. 
 

Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- આપણે એવા ભારતની જરૂર નથી જ્યાં એક વિચાર બીજા વિચારો પર રાજ કરે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તમિલનાડુમાં કહ્યું કે, ભારતમાં એવું ન થવું જોઈએ જ્યાં એક વિચાર બીજા વિચારો પર રાજ કરે. આપણે આવું ભારત જોતુ નથી, જ્યાં વિચારોનુ મહત્વ ન હોય. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદી આરએસએસ (RSS) અને ભાજપ (BJP) ના વિચારો સિવાય બધા પર હુમલો કરે છે. 

fallbacks

રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'પીએમ કહે છે કે ભારતની એક પરંપરા છે, એક ઈતિહાસ છે અને એક જ ભાષા છે. તેનો તે અર્થ છે કે તમિલ ભાષા, તમિલનો ઈતિહાસ અને તમિલની પરંપરાઓ ભારતની નથી. આપણે આવા ભારતની જરૂર નથી, જ્યાં બીજાની વાતો અને બીજાના વિચારોને સ્થાન ન હોય.'

રાહુલ ગાંધીએ તમિલનાડુના થૂઠુકુદીમાં એક કોલેજમાં સવાલનો જવાબ આપતા કેન્દ્ર સરકાર પર મોંઘવારી મુદ્દે હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, સવાલ તે છે કે પીએમનું કામ છે કે નહીં. સવાલ છે કે કામ કોના માટે છે. પીએમ માત્ર બે લોકો માટે કામ કરે છે. 'અમે બે અમારા બે' હેઠળ તેની આવક વધારી રહ્યાં છે, ગરીબોની નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More