Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: મળી ગયા નવા 'તારક મહેતા', જાણો છે જેઠાલાલના નવા 'ફાયરબ્રિગેડ મિત્ર'

એવામાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતા કલાકારો વિના પણ દર્શકોનું મનોરંજન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દર્શકોને આ કલાકારોને ખોટ વર્તાય છે. તાજેતરમાં જ શૈલેશ લોઢાએ શોને છોડી દીધો હતો, ત્યારબાદથી મેકર્સ તેમના રિપ્લેસમેન્ટને શોધી રહી હતી.

TMKOC: મળી ગયા નવા 'તારક મહેતા', જાણો છે જેઠાલાલના નવા 'ફાયરબ્રિગેડ મિત્ર'

Taarak Mehta Ka Ooltah Chashma: ટીવીના જાણિતા કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોને તાજેતરમાં જ 14 વર્ષ પુરા કર્યા છે. આટલા લાંબા સમય બાદ પણ આ શો લોકો વચ્ચે એટલો જ પોપુલર છે, જેટલો પહેલાં હતો. ગત થોડા સમયમાં આ શોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. કારણ કે શોના ઘણા મહત્વપૂર્ણ કલાકાર હવે શોને છોડીને જઇ ચૂક્યા છે.

fallbacks

એવામાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતા કલાકારો વિના પણ દર્શકોનું મનોરંજન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દર્શકોને આ કલાકારોને ખોટ વર્તાય છે. તાજેતરમાં જ શૈલેશ લોઢાએ શોને છોડી દીધો હતો, ત્યારબાદથી મેકર્સ તેમના રિપ્લેસમેન્ટને શોધી રહી હતી. તાજેતરમાં જ આવેલા રિપોર્ટ અનુસાર લાગી રહ્યું છે કે શોધખોળ સાથે ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. 

Lucky Girls: આવી આંગળીઓવાળી છોકરીઓ હોય છે એકદઅમ લકી, ચમકાવી દેશે પતિનું ભાગ્ય!

ગત કેટલાક દિવસોથી શો માટે 'તારક મહેતા'ની ચાલી રહેલી મેકર્સની શોધ હવે સમાપ્ત થઇ છે. સામે આવી રહેલા મીડિયા રિપોર્ટ અનુસાર આખરે મેકર્સને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે નવા તારક મહેતા મળી ગયા છે. આસિત કુમાર મોદીની શોધ અભિનેતા જયનીરજ રાજપુરોહિત પર પુરી થઇ છે. રિપોર્ટ અનુસાર શોના મેકર્સ તેમના નામ વિશે વિચારી રહ્યા છે. 

'બાલિકા વધુ' 'લાગી તુમસે લગન' અને 'મિલે જબ હમ તુમ' જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલા જયનીરજ રાજપુરોહિત ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. અભિનેતા 'ઓહ માય ગોડ', 'આઉટસોર્સ' અને 'સલામ વેનકી' જેવી ફિલ્મોમાં પણ કામ કરતા જોવા મળ્યા છે. જોકે હજુ સુધી શોના નિર્માતાઓ અથવા જયનીરજ રાજપુરોહિત તરફથી આ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

Cheap & Best Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, નજીવા ખર્ચમાં દોડશે આટલા કિમી

શૈલેશ લોઢાએ થોડા દિવસ પહેલાં શોમાંથી એક્ઝિટ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર શૈલેશે આ શોને છોડી દીધો હતો, કારણ કે તે હવે નવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હતા. તે આ શોના લીધે બાકે કોઇપણ સીરિયલમાં કામ કરી શકતા ન હતા. આ કારણે તેમણે શોને આટલા લાંબા સમય બાદ અલવિદા કહી દીધું છે. શૈલેશ લોઢા પહેલાં દિશા વાકાણી, નેહા મહેતા, અને ગુરૂચરણ સિંહ પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More