Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 169 કેસ, મૃત્યુ 0, 327 લોકો સાજા થયા

Corona Update: ગુજરાતમાંથી હવે કોરોના વિદાય લઈ રહ્યો છે. નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 98.96 ટકા છે. 

Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 169 કેસ, મૃત્યુ 0, 327 લોકો સાજા થયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 169 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 327 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસની સંખ્યા 12 લાખ 67 હજાર 949 થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10999 લોકોના મોત થયા છે. 

fallbacks

રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 45 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 26, રાજકોટ શહેરમાં 18, સુરત શહેરમાં 12, સુરત ગ્રામ્યમાં 8, વલસાડમાં 8, બનાસકાંઠામાં 6, વડોદરામાં 6, ગાંધીનગર જિલ્લામાં 7, મહેસાણામાં 5, પંચમહાલમાં 4, મોરબીમાં 3, પાટણમાં 3, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં 2-2, જામનગર, અમદાવાદ ગ્રામ્ય, સાબરકાંઠા, તાપી, પોરપંદરમાં એક-એક કેસ સામે આવ્યો છે. 

આ પણ વાંચોઃ હવે કોઈ પેપર નહીં ફૂટે, સરકારી ભરતીની પરીક્ષા સમયસર લેવાશે, હિંમતનગરમાં બોલ્યા કેજરીવાલ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસ 2129 છે, જેમાં 19 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1254821 લોકો સાજા થયા છે. તો કોરોનાથી 10999 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.96 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના રસીના 12 કરોડ 12 લાખ 79 હજાર 497 ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More