Lalit Manchanda Suicide : ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફેમસ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરનાર અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે. જેની સત્તાધીશોએ પુષ્ટિ કરી છે.
6 મહિના પહેલા છોડ્યું હતું મુંબઈ
અભિનેતાએ લગભગ 6 મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું. જે બાદ તેણે મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું. તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું નહોતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તો તેના નજીકના લોકો કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો.
જ્યારે ગુસ્સામાં લાલ અમિતાભ એ રેખા પર ઉપાડ્યો હાથ, ત્રીજી મહિલા હતી ઝઘડાનું કારણ
બાળકો અને પત્ની પર આભ તૂટી પડ્યું
લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અભિનેતાના પરિવારમાં તેની પત્ની તરુ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા છે. પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા. સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને ચા માટે જગાડવા આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી.
બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી
આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. દિવંગત અભિનેતાના પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા. હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ સમાચારથી ચોંકી ગયા છે. લલિત મનચંદાના ટીવી શોની વાત કરીએ તો 'તારક મહેતા' સિવાય તે ક્રાઈમ શોમાં પણ જોવા મળી ચૂક્યો છે.
Disclaimer: જીવન અણમોલ છે. તેનું સંપૂર્ણ રીતે સન્માન કરો. દરેક ક્ષણનો આનંદ લો. કોઈ વાતથી પરેશાન હોવ તો જીવનથી હાર માનવાની જરૂર નથી. જીવનમાં સારો-ખરાબ સમય આવતો રહે છે. પરંતુ જ્યારે હતાશા, નિરાશા કે ડિપ્રેશનનો અનુભવ થાય તો સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 9152987821 પર સંપર્ક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે