શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22 એપ્રિલ) આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેથી ત્રણ હુમલાખોરો પોલીસની વર્દીમાં હતા અને આ હુમલા પાછળ આતંકી સંગઠન TRFનો હાથ હોવાની આશંકા છે. અમરનાથ યાત્રા પહેલગામથી જ શરૂ થાય છે. આ વર્ષે, અમરનાથ યાત્રા 3 જુલાઈ, 2025 ના રોજ શરૂ થવાની છે, અને 9 ઓગસ્ટ, 2025 ના રોજ રક્ષા બંધન પર સમાપ્ત થવાની છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે છે અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતમાં છે.
આતંકી હુમલાની 10 મોટી વાતો
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે. આ અંગે સૂત્રોને જાણ હતી. આમાં કેટલાક સ્થાનિક લોકો પણ સામેલ છે. બે લોકોના મોત થયા છે. બાર્સન વેલીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો
પ્રાથમિક માહિતી પ્રમાણે ભાવનગરના વતની 59 વર્ષિય વિનુભાઈ ભટ્ટ પણ ઈજાગ્રસ્ત થયા છે.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
ડીજીપી અને આઈજી ઘટનાસ્થળે રવાના થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો છે.
આતંકવાદી હુમલા બાદ ત્યાં હાજર પર્યટકો સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે.
અત્યાર સુધી આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવવા માટે સેનાના યુનિફોર્મમાં આવતા હતા પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ પોલીસના યુનિફોર્મમાં આવ્યા છે.
આતંકવાદી સંગઠન TRF એ લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે. જ્યારે આખી દુનિયાએ લશ્કર પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તેઓએ પોતાનું નામ બદલી નાખ્યું. આ નામ લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા આવ્યું હતું.
તે સમયે, TRFએ ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હુમલા કર્યા હતા.
પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે તેનું નામ પૂછ્યા બાદ આતંકવાદીઓએ તેને ગોળી મારી દીધી હતી.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો! આતંકીઓએ પ્રવાસીઓને નામ પૂછી પૂછીને ગોળીઓ મારી#BreakingNews #JammuAndKashmir #Pahalgam #News #Trending #TrendingNow pic.twitter.com/xWZkkpMgMn
— Zee 24 Kalak (@Zee24Kalak) April 22, 2025
ભારે ફોર્સ બોલાવવામાં આવી હતી
આતંકી હુમલા બાદ ભારે ફોર્સ બોલાવવામાં આવી છે. એક પ્રત્યક્ષદર્શીએ કેમેરા પર કહ્યું, "એક વ્યક્તિ આવ્યો અને તેને ગોળી મારી. તેણે કહ્યું કે કદાચ તે મુસ્લિમ નથી, તેથી તેણે તેને ગોળી મારી." આ પ્રવાસન સ્થળ પહેલગામથી પાંચ-છ કિલોમીટરના અંતરે વિકસાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અહીં નાની-મોટી નોકરી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે