Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: તારક મહેતા...શોમાં કેમ જોવા નથી મળી રહ્યા જેઠાલાલ અને બબીતાજી? થયો ચોંકાવનારો ખુલાસો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના હાલના એપિસોડ્સમાંથી જેઠાલાલ અને બબીતાજી ગાયબ થઈ જતા ફેન્સના શ્વાસ અદ્ધર થયા છે. શું તેઓ શો છોડવાની તૈયારીમાં છે? એવા સવાલ ફેન્સના મગજમાં ઘૂમરાયા કરે છે. 

TMKOC: તારક મહેતા...શોમાં કેમ જોવા નથી મળી રહ્યા જેઠાલાલ અને બબીતાજી? થયો ચોંકાવનારો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  છેલ્લા લગભગ 17 વર્ષથી લોકોનું ભરપૂર મનોરંજન કરતો શો છે. આ શોની શરૂઆત 2008માં થઈ હતી. શોના અત્યાર સુધીમાં 4239 એપિસોડ ટેલિકાસ્ટ  થઈ ચૂક્યા છે. જો કે આ શોમાં અનેક કલાકારો હવે બદલાઈ ચૂક્યા છે એટલે કે કેટલાક  કલાકારોએ શો છોડી દીધો છે. આમ છતાં દર્શકોનો ખુબ પ્રેમ આ શોને મળે છે. 

fallbacks

શોમાં હજુ પણ એવા કેટલાક પાત્રો છે જે દર્શકોને ખુબ પસંદ છે જેમાં સૌથી વધુ જેઠાલાલ અને બબીતાજી લોકોને ગમે છે. આ બંને પાત્રો દિલીપ જોષી અને મુનમુન દત્તા ભજવે છે. દર્શકોમાં તેઓ ખુબ લોકપ્રિય પણ છે. તેમની ખાટીમીટી નોકઝોંક અને મિત્રતા ફેન્સને ખુબ ગમે છે. પરંતુ હાલના દિવસોમાં આ બંને પાત્રો શોમાં જોવા મળી રહ્યા નથી. જેનાથી ફેન્સના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. કે શું બંનેએ શોને અલવિદા કરી દીધુ?

શોમાં ચાલે છે હોરર ટ્રેક
વાત જાણે એમ છે કે હાલ શોમાં ભૂતની વાળો ટ્રેક ચાલી રહ્યો છે. જેમાં ગોકુલધામ સોસાયટીના તમામ મેમ્બર એક ડરામણા બંગલામાં રજાઓ ગાળવા માટે ગયા છે. તારક મહેતા, અંજલિ, પોપટલાલ, બાપુજી, અને સોઢી જેવા પાત્રો આ ટ્રેકનો ભાગ છે. પરંતુ જેઠાલાલ અને બબીતાજી જોવા મળી રહ્યા નથી. આ કારણસર ફેન્સ વિચારમાં પડ્યા છે કે શું આ બંને કલાકારો શો છોડવાની તૈયારીમાં તો નથી ને?

કેમ જોવા નથી મળતા બબીતાજી અને જેઠાલાલ?
જો કે એક મીડિયા રિપોર્ટ મુજબ શોના પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે દિલીપ જોષી અને મુનમુન દત્તા હજુ પણ શોનો ભાગ છે. તેમણે એમ પણ જણાવ્યું કે હાલની કહાની મુજબ જેઠાલાલ પોતાના બિઝનેસના કામ માટે બહાર ગયા છે જ્યારે બબીતાજી અને ઐય્યર મહાબળેશ્વરમાં રજાઓ ગાળી રહ્યા છે. આથી બંને હાલ એપિસોડ્સમાં જોવા મળતા નથી. 

જેઠાલાલ-બબીતાજીની જોડી ફેન્સને પસંદ
અત્રે જણાવવાનું કે મુનમુન દત્તા અને દિલીપ જોશી બંને શરૂઆતથી આ શોનો ભાગ રહ્યા છે. મુનમુન દત્તા બબીતાજીનું પાત્ર  ભજવે છે અને તેની જેઠાલાલ સાથેની કેમિસ્ટ્રી દર્શકોને હંમેશા ગમે છે. જેઠાલાલનું બબીતાજીને જોઈને હક્કાબક્કા થઈ જવું, શોની સૌથી મજેદાર વાતોમાંથી એક છે. છેલ્લા 17 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા મેળવે છે. 

આ કલાકારો કહી ચૂક્યા છે અલવિદા
જો કે આટલા વર્ષોમાં અનેક કલાકારો આ શોને અલવિદા  કહી ચૂક્યા છે જેમાં દયાનું પાત્ર ભજવી ચૂકેલી  દિશા વાકાણી, ઝીલ મહેતા, ભવ્ય ગાંધી, રાજ અનડકટ, પલક સિંધવાની, ગુરુચરણ સિંહ અને નેહા મહેતા સામેલ છે. આમ છતાં શોની લોકપ્રિયતા ઘટી નથી. શોના નિર્માતા અસિત મોદીએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહેલું કે જે કલાકાર શો છોડીને જાય છે અને પછી તેમના પર આરોપ  લાગે છે. તેમને લઈને તે દુખી જરૂર થાય છે પરંતુ આ જીવનનો હિસ્સો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More