ભારતમાં જૂન મહિનામાં હવામાનમાં વારંવાર ગાજવીજ સાથે તોફાન, આંધી, અને સામાન્ય કરતા ઓછા તાપમાને લોકોને પરેશાન કર્યા. વરસાદે રાહત તો આપી છે પરંતુ હજુ પણ ગરમીએ લોકોને હેરાન પરેશાન કર્યા છે. હવે બધાની નજર ચોમાસા પર ટકેલી છે. વાદળો છવાયેલા છે પરંતુ દિલ્હી એનસીઆરમાં જોઈએ એવો વરસાદ નથી. હવામાન વિભાગ મુજબ દિલ્હી જેવા અનેક રાજ્યો જેમ કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ નોંધાયો છે. પશ્ચિમ તટોના તો હાલ ખરાબ છે. ગુજરાતમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ છે. મુંબઈની પણ હાલત ખરાબ છે. બીજી બાજુ કોંકણ, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં પણ મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પાસે બંગાળની ખાડી અને તેની નજીક ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના વિશાળ ગંગાના મેદાની ભાગો પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જે જલદી વિકરાળ રૂપ ધારણ કરી શકે છે અને આગામી 24 કલાકમાં તે એક હળવા દબાણનું ક્ષેત્ર બની શકે છે. જેના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સ્કાયમેટ વેધરનું માનીએ તો આ સિસ્ટમ થોડા સમય માટે સ્થિર રહી શકે છે અને ધીમે ધીમે મજબૂતી પકડી શકે છે. 29 જૂન સુધીમાં આ સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો અને બિહાર તરફ ભારે વરસાદ લાવી શકે છે. આ સાથે જ ઓડિશા, ઝારખંડ, અને છત્તીસગઢમાં પણ સ્થિતિ બગડી શકે છે.
28 જૂન સુધી પૂર્વી રાજ્યોમાં વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર પૂર્વી રાજ્યો પર પડી શકે છે. 28 જૂન સુધી પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, બિહાર, ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો કે અસલ ચોમાસાનો ખેલ તો આ વરસાદ બાદ શરૂ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે 29 અને 30 જૂનના રોજ આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. જેનાથી વરસાદ હવે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બાકી છત્તીસગઢ સુધી ફેલાશે.
હવામાન વિભાગનું માનીએ તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વી મધ્ય પ્રદેશ, અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં મૂસળધાર વરસાદ માટે જુલાઈ મહિનાની રાહ જોવી પડશે. 2થી 4 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીની હવામાન સિસ્ટમનો વરસાદ પશ્ચિમ તરફ વધશે અને પશ્ચિમી મધ્ય પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ તથા દક્ષિણ રાજસ્થાનને પણ પોતાની ઝપેટમાં લેશે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
દિલ્હી-એનસીઆરમાં ક્યારે પડશે વરસાદ
હવામાન વિભાગનું પૂર્વાનુમાન હતું કે દિલ્હી એનસીઆરમાં આ વર્ષે ચોમાસું એક અઠવાડિયા પહેલા બેસસે. પરંતુ ચોમાસાએ જાણે દગો દીધો. બફારા અને ગરમીથી લોકો પરેશાન છે. આકાશમાં વાદળો છવાયેલા રહેવા છતાં વરસાદ પડતો નથી. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી ત્રણથી ચાર દિવસમાં હવામાન ઠંડુ રહેવાની શક્યતા છે. આગામી 3-4 દિવસમાં એન્ટીસાઈક્લોનિક રિઝ નબળું પડશે જેનાથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.
IMD ના જણાવ્યાં મુજબ પશ્ચિમી રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. હાલ વરસાદના કરાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, દક્ષિણ અને પશ્ચિમમાં આંધ્ર પ્રદેશના વિવિધ ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. હવામાન વિભાગે જણાવ્યું કે દેશભરમાં ચોમાસુ મજબૂત થઈ રહ્યું છે. ગુજરાતથી લઈને હરિયાણા, તેલંગણા, અને મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદ, વીજળી પડવા અને ભારે પવનના સમાચાર છે. અનેક રાજ્યોમાં અચાનક પૂર, ભૂસ્ખલન, વ્યાપક પાણી ભરાવવાની સ્થિતિ છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરી રાજ્યોમાં ચોમાસું જેમ જેમ મજબૂત થશે તેમ તેમ દક્ષિણી રાજ્યોમાં વરસાદની ઈન્ટેન્સિટી ઓછી થતી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે