નવી દિલ્હી : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દિશા વાકાણી ફેઇમ દયાબેનની વાપસીને લઇને ઉઠી રહેલી અટકળો વચ્ચે દિશા વાકાણીના પતિ મયૂર પંડ્યાએ ચુપ્પી તોડી છે અને સમગ્ર મામલે હકીકત જણાવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં લીડ રોલમાં કામ કરતા દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગયા હતા જે બાદથી તે શોમાં પરત ફર્યા નથી.
પ્રાઇમ ટાઇમમાં વધુ પસંદીદા ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રીને લઇને ઘણી અટકળો ઉઠી રહી છે. ઘણા સમયથી દિશા વાકાણી પરત ફરશે કે નહીં એને લઇને ઘણું કન્ફ્યુઝન હતું. આ સંજોગોમાં તાજેતરના એક એપિસોડમાં જેઠાલાલ ફોન પર દયાબેન સાથે વાત કરી રહ્યા છે અને તે એમને ટપ્પૂ કે પાપા કહે છે.
આ સંજોગોમાં દિશા વાકાણીના પતિ મયૂર પંડયાએ શોમાં પરત ફરવાને લઇને ચુપ્પી તોડી છે. બોમ્બે ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા એક ઇન્ટરવ્યૂમાં દિશા વાકાણીના પતિ મયૂર પંડ્યાએ કહ્યું કે, હજુ સુધી આ મામલે કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ દિશાએ ફુલ ટાઇમ શૂટ કરવાનો નિર્ણય લીધો નથી. એપિસોડનો કેટલોક ભાગ શૂટ કર્યો છે. પરંતુ આ મામલે વાત ચાલી રહી છે જોકે કોઇ સુખદ સમાધાન થયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે