હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં હવે મહિલા ચોર ટોળકી સક્રિય થઈ છે. આવા અનેક પુરાવા તથા વીડિયો મળ્યા છે, જેમાં મહિલા ગેંગ દુકાનોમાં આવીને ચોરી કરી જાય છે. ત્યારે ગાંધીનગરમાં મોડી રાત્રે સોલાર લાઇટની બેટરીની ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા બિન્દાસ્તપણે ગુજરાતના પાટનગરમાં ચોરી કરી રહી છે.
સેક્ટર-22માં પંચદેવ મંદિર નજીક એક મેડિકલ સ્ટોર પાસે સોલાર લાઈટનો થાંભલો લગાવવામાં આવ્યો છે. ત્યારે એક મહિલા ચોરે દબાતા પગે આવીને થાંભલા પર લગાવેલી બેટરીની ચોરી હતી. મહિલા થાંભલા પર ચઢી હતી અને બેટરી કાઢીને સાઈકલ પર સવાર થઈને ફરાર થઈ હતી. મહિલાની આ હરકત ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સોલાર લાઈટની બેટરી ચોરીની ફરિયાદ કરવામાં કોર્પોરેશનનું તંત્ર ઉદાસીન દેખાયું છે. અગાઉ પણ અનેક સોલરના થાંભલાની લાઈટ ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી. પાટનગરમાં પોલીસના સઘન નાઈટ પેટ્રોલિંગની વાતો વચ્ચે મહિલા બિન્દાસ્ત ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે આ અંગે હજુ પણ સેક્ટર-21 પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે