Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: તારક મેહતામાં દયાભાભીની થશે વાપસી, પ્રોડ્યુસર અસિત મોદીએ આપી જાણકારી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ કે, ટૂંક સમમયાં શોમાં દયાબેનની વાપસી થશે. હવે તે જોવાનું રહેશે કે દયાબેનના રૂપમાં દિશા વાકાણી આવે છે કે કોઈ નવો ચહેરો જોવા મળશે. 
 

TMKOC: તારક મેહતામાં દયાભાભીની થશે વાપસી, પ્રોડ્યુસર અસિત મોદીએ આપી જાણકારી

મુંબઈઃ સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (tarak mehta ka ulta chashma) ના ફેન્સ આતૂરતાપૂર્વક દયા બેન એટલે કે દિશા વાકાણીની શોમાં વાપસીની રાહ જોઈ રહ્યાં છે. હવે ખરેખર દયાબેન વાપસી કરશે કે નહીં, અને જો કરશે તો ક્યારે? આ બધા સવાલોના જવાબ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આપ્યા છે. અસિત મોદીએ કહ્યુ, સાચુ કહું તો હું પણ દિલથી ઈચ્છુ છું અને ફેન્સ પણ ઇચ્છે છે કે ઓરિજનલ દયાબેન પરત આવી જાય અને તે માટે મેં અને મારી ટીમે રાહ જોઈ છે. 

fallbacks

દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસી વિશે અસિતે કહ્યુ, તે પ્રેગનેન્ટ હતા, પછી તેને બાળક થયુ, અમે વિચાર્યુ કે તેમનું બાળક મોટુ થઈ જાય અને તેમને મધરહુડ એન્જોય કરવા દો, અને અમને એટલો ફેર પડ્યો નહીં. ફેન્સ મિસ કરતા હતા પરંતુ શોને એન્જોય કરતા હતા. પરંતુ હું માનુ છું કે હવે દયાબેનની જરૂર શોમાં છે. કોવિડના સમયમાં અમે થોડા અટકેલા છીએ, તો હું તે કહીશ કે આગામી 1 કે બે મહિનામાં દયાબેન પરત આવશે. 

અસિતે કહ્યુ, મને પણ આશા છે કારણ કે જે પ્રેમ દયાબેન એટલે કે દિશાને ફેન્સે આપ્યો છે તે મળવો મુશ્કેલ છે અને ખુબ નસીબવાળાને દર્શકોનો આટલો પ્રેમ મળે છે. તો મને લાગે છે કે દર્શકોના પ્રેમની દિશા કદર કરશે અને ખુદ પરત આવવાનો પ્રયાસ કરશે. પરંતુ જો તેમને કોઈ સમસ્યા છે અને પરિવારને કારણે આવી શકતા નથી. તેને લાગે છે કે તેમના માટે પરિવાર મહત્વનો છે તો હું દિશાના તે નિર્ણયનું સન્માન કરીશ અને બીજા દયા ભાભીને લેવાનું વિચારીશ.

આ પણ વાંચોઃ Kartik Aaryan ની સાથે આવી કંગના રનૌત, સુશાંતને યાદ કરી કરણ જોહર પર કર્યો હુમલો

દયા તો જરૂર આવશે
કારણ કે દયાબેન તો શોમાં જોઈએ કારણ કે ધ શો મસ્ટ ગો ઓન, તેથી હાલમાં કોરોનાના સમયમાં કંઈ કરી રહ્યાં નથી. માહોલ થોડો સામાન્ય થશે તો દયાબેન પરત આવી જશે, પછી તે જૂના કે નવા. હવે તે જોવાનું રહેશે કે દર્શકોને નવા દયાબેન જોવા મળશે કે જૂના. આ માટે ફેન્સે થોડો સમય રાહ જોવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More