નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કેસોએ સામાન્ય જનતાથી લઈને સરકારની ચિંતા વધારી દીધી છે. સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ ચુકેલી મહામારીની બીજી લહેર ખતરનાક છે. ડબલ મ્યૂટેન્ટ વાયરસે દર્દીઓની સેવામાં લાગેલા ડોક્ટર, નર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફને પણ સંક્રમિત કરવા લાગ્યો છે. રાજ્ય સરકારે સંક્રમણને જોતા નવા પ્રતિબંધ લગાવી રહી છે. આ વચ્ચે એક વાતની મુશ્કેલી બધા લોકોને થઈ પડી છે તે છે દેશની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીજનની કમી. આ સિવાય દવાઓની કાળાબજારી પણ ગંભીર પડકાર છે.
પરંતુ પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ઓક્સીજનની કમીની સપ્લાઈને લઈને એક હાઈ લેવલ બેઠક કરી, જેમાં રાજ્યોની સાથે તાલમેલ બેસાડવાનો નિર્દેશ આપ્યો છે. હવે કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓ માટે જરૂરી દવા રેમડેસિવિરના ભાવને 5400થી ઘટાડી 3500થી નીચે કરી દીધો છે.
સરકારે કેડિલા હેલ્થકેય લિમિટેડની દવા REMDAC ની કિંમત 2800થી ઘટાડી 899 કરી દીધી છે. આ સિવાય સિન્જેન ઇન્ટરનેશનલ લિમિટેડની દવા RemWin ને 3950થી ઘટાડી 2450, સિપ્લા લિમિટેડની CIPREMIને 4000થી ઘટાડી ત્રણ હજાર, Mylan ફાર્માસુટિકલ્સની DESREM ની કિંમત 4800થી ઘટાડી 3400 કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે JUBI-R ના ભાવમાં પણ 1300 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. પહેલા આ દવા 4700 રૂપિયામાં મળતી હતી, જે હવે 3400માં મળશે. સરકારે આ સિવાય COVIFORના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. આ હવે હવે 5400ના સ્થાને માત્ર 3490માં મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે