Satish Kaushik last web series Pop Kaun? : બોલીવુડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું નિધન 9 માર્ચે થયું હતું. આ સમાચાર બોલીવુડના તેના મિત્રો માટે આઘાતજનક હતા કારણ કે હોળીના દિવસે તેમણે મિત્રો સાથે મન ભરીને તહેવાર ઉજવ્યો હતો. તેઓ મુંબઈમાં હોલી પાર્ટી કર્યા પછી દિલ્હી એક પાર્ટી માટે ગયા હતા અને ત્યાં તેમનું નિધન થઈ ગયું.
આ પણ વાંચો:
Video: રાજકુમાર રાવની ફિલ્મ Bheed નું ટ્રેલર રિલીઝ થયું અને શરુ થયો વિવાદ
સતીશ કૌશિકના નિધનને લઈ સૌથી મોટો ખુલાસો, પોલીસને ફાર્મ હાઉસમાંથી મળી આપત્તિજનક દવાઓ
મેચ ફિક્સિંગના રહસ્ય ખોલશે નેટફ્લિકસની નવી ડોક્યુમેન્ટરી Caught Out, જાણો રિલીઝ ડેટ
સતીશ કૌશિકના નિધન પછી તેમની છેલ્લી વેબ સિરીઝ Pop Kaun?નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં સતીશ કૌશિક છેલ્લી વખત લોકોને જોવા મળશે. વેબ સીરીઝનું ટ્રેલર જોઈને લોકો પણ ઈમોશનલ થઈ ગયા છે. આ વેબ સિરીઝમાં લોકો તેમને સ્ક્રીન ઉપર જોઈ શકશે. આ વેબ સિરીઝમાં સતીશ કૌશિક ઉપરાંત કુણાલ ખેમુ, જોની લીવર, ચંકી પાંડે, રાજપાલ યાદવ, સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Pop Kaun? એક કોમેડી વેબ સિરીઝ છે. જેમાં કુણાલ ખેમુ પોતાના અસલી પિતાની તલાશ કરી રહ્યો છે. તેની સામે ચાર અલગ-અલગ લોકો આવે છે જે તેના પિતા હોવાનો દાવો કરે છે. તેના કારણે કૃણાલ ખેમુ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે તેના રીયલ પિતા કોણ છે. સતીશ કૌશિક આ વેબ સિરીઝમાં કુણાલ ખેમુના ત્રીજા પિતા તરીકે જોવા મળશે.
કુણાલ ખેમુએ આ વેબ સિરીઝનું ટ્રેલર પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું હતું. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે કોમેડીના લેજેન્ડરી સતીશ કૌશિકને સલામ... 17 માર્ચથી ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જુઓ બધા એપિસોડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે