Hunter Teaser: બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટી હાલ પોતાની અપકમિંગ વેબસરીઝ હન્ટર માટે ચર્ચામાં છે. સુનિલ શેટ્ટીના ચાહકો બેતાબી થી આ વેબ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. હન્ટર વેબ સિરીઝમાં સુનીલ શેટ્ટી એક્શન અવતારમાં જોવા મળશે અને તેનું ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ એક એક્શન થ્રીલર સિરીઝ છે જેમાં સુનીલ શેટ્ટી એસપી વિક્રમ સિંહાનું પાત્ર ભજવી રહ્યો છે. વેબ સીરીઝનું ટીસર પણ ધમાકેદાર છે અને તેમાં સુનીલ શેટ્ટી ની જોરદાર એક્શન પણ જોવા મળે છે. આ વેબ સિરીઝમાં ઈશા દેઓલ અને બરખા બીષ્ઠ પણ જોવા મળે છે.
આ પણ વાંચો:
Pop Kaun વેબ સિરીઝમાં છેલ્લી વખત લોકોને હસાવતા જોવા મળશે સતીશ કૌશિક
સતીશ કૌશિકના નિધનને લઈ સૌથી મોટો ખુલાસો, પોલીસને ફાર્મ હાઉસમાંથી મળી આપત્તિજનક દવાઓ
Video: રાજકુમાર રાવની ફિલ્મ Bheed નું ટ્રેલર રિલીઝ થયું અને શરુ થયો વિવાદ
પોતાની નવી વેબસરીઝને લઈને સુનીલ શેટ્ટી એ જણાવ્યું હતું કે, એક્શન એવી વસ્તુ છે જેના માટે તે હંમેશા તૈયાર રહે છે. હન્ટર તેના માટે ખાસ છે. તેણે કહ્યું હતું કે તે પહેલાથી જ એસપી વિક્રમ સિંહાના પાત્ર સાથે જોડાયેલો હતો. તેમના વિશે તેણે સાંભળ્યું હતું અને તે વન મેન આર્મી છે.
સુનિલ શેટ્ટી એ આ વેબ સિરીઝનું ટીસર પોતાના instagram પર શેર કર્યું હતું. આ વેબસરીઝ 22 માર્ચે રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે