ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડ બાદથી તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) શંકાના દાયરામાં આવી છે. લોકો સતત રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે. હાલમાં જ સુશાંતના પરિવાર દ્વારા પટનામાં રિયાની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાયા બાદ, રિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલામાં બિહાર પોલીસની એક ટીમ પણ રિયાની પૂછપરછ કરવા માટે મુંબઈ પહોંચી ગઈ હતી. પરંતુ રિયા પોતાના ઘરે મળી ન હતી. બાદમાં રિયા દ્વારા સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી છે કે, બિહારમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પોલીસની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવે અને બિહારથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. આ મામલામાં આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી પણ થવાની છે.
ઉલ્લેખનીય છે કે, હવે સુશાંત સ્યૂસાઈડનો કેસ સીબીઆઈ પાસે છે. તો બીજી તરફ, આ મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (Enforcement Directorate- ED) પણ તપાસમાં જોડાઈ છે. રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ થઈ કહી છે. હાલમાં જ રિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે પોતાના અને પોતાના ભાઈ વિશેની નાનપણની કહાનીઓ વિશે જણાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો વધુ એક વીડિયો એવો વારયલ થયો છે, જેમાં તે પોતાના સપનાઓ વિશે વાત કરી રહી છે.
રિયાનો આ વાયરલ વીડિયો એક ઈન્ટરવ્યૂનો છે. જેમાં તેને પૂછવામાં આવે છે કે, તે પોતાની લાઈફમાં શું શું કરવા માંગે છે. તેના પર રિયા કહે છે કે, તે આઈલેન્ડ, પ્રાઈવેટ જેટ અને હોટલી જેવી ચીજો ખરીદવા માંગે છે. વીડિયોમાં રિયા એમ પણ કહી રહી છે કે, તેને હોટલ બહુ જ પસંદ છે. તેથી તે એક હોટલ પણ ખરીદવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે