Home> India
Advertisement
Prev
Next

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાઓ, પુત્ર-પુત્રીએ ટ્વિટ કરીને જાણો શું કહ્યું?

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થયમાં કોઈ સુધારો થયો નથી. તેઓ સતત ત્રીજા  દિવસે પણ વેન્ટિલેટર પર છે અને તેમની સલામતી માટે પૂજા-અનુષ્ઠાન ચાલુ છે. ગુરુવારે સવારે અચાનક તેમના નિધનની અફવાઓ ઉડવા લાગી તો તેમના પુત્ર અભિજીત મુખરજી અને પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ અફવાઓનું ખંડન કર્યું. અભિજીત મુખરજીએ કહ્યું કે તેમના પિતા પ્રણવ મુખરજી હેમોડાયનામિક રીતે સ્થિર છે. 

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાઓ, પુત્ર-પુત્રીએ ટ્વિટ કરીને જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્વાસ્થયમાં કોઈ સુધારો થયો નથી. તેઓ સતત ત્રીજા  દિવસે પણ વેન્ટિલેટર પર છે અને તેમની સલામતી માટે પૂજા-અનુષ્ઠાન ચાલુ છે. ગુરુવારે સવારે અચાનક તેમના નિધનની અફવાઓ ઉડવા લાગી તો તેમના પુત્ર અભિજીત મુખરજી અને પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ અફવાઓનું ખંડન કર્યું. અભિજીત મુખરજીએ કહ્યું કે તેમના પિતા પ્રણવ મુખરજી હેમોડાયનામિક રીતે સ્થિર છે. 

fallbacks

પુત્રએ ટ્વિટ કરી, ફેક ન્યૂઝ પર નારાજ
ગુરુવારે સવારે અચાનક જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડી. ત્યારબાદ આર્મી હોસ્પિટલ સહિત તેમના પુત્ર અને પુત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરવી પડી. સેનાના રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં હાલ પૂર્વ રાષ્ટ્રપતિ સારવાર હેઠળ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 

પુત્રએ કહ્યું-જીવિત છે પિતા
અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને કહ્યું કે મારા પિતાશ્રી પ્રણવ મુખરજી હજુ પણ જીવિત છે અને હેમોડાયનામિક રીતે સ્થિર છે. પ્રતિષ્ઠિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી અટકળો અને ફેક ન્યૂઝથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝનું કારખાનું બની ગયું છે. 

આર્મી હોસ્પિટલે પણ આપી જાણકારી
આ અંગે આર્મીની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ ગુરુવારે પ્રણવ મુખરજીના સ્વાસ્થ્યને લઈને જાણકારી શેર કરી છે. હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલાતમાં ગુરુવાર સવાર સુધીમાં કોઈ સુધારો નથી. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર જ છે અને તેમને ભાન આવ્યું નથી. 

શર્મિષ્ઠા મુખરજી થયા નારાજ
પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ તેમના સ્વાસ્થ્યને લઈને ઉડી રહેલી અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. શર્મિષ્ઠાએ ટ્વિટ કરીને કહ્યું કે મારા પિતાના સ્વાસ્થ્ય અંગે ફેલાયેલી અફવાઓ ખોટી છે. બધાને અપીલ છે, ખાસ કરીને મીડિયાને કે તેઓ મને ફોન ન કરે. કારણ કે મારા ફોન પર હોસ્પિટલથી મારા પિતાના સ્વાસ્થ્ય અંગે સતત અપડેટ આવી રહ્યાં છે. 

 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More