મુંબઈ : હાલમાં એક્ટર મલ્હાર ઠાકરની ફિલ્મ સાહેબનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ સાહેબમાં મલ્હાર એક સ્ટુડન્ટ લીડરના રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરમાં સ્ટોરીની સાથે સંવાદ પણ દમદાર જોવા મળી રહ્યા છે. આ ફિલ્મને પરેશ વ્યાસે લખી છે અને શૈલેષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી પણ જોવા મળશે.
સામાન્ય રીતે કોમેડી અને મસ્તી ભર્યા અંદાજમાં દેખાતો મલ્હાર આ વખતે ગંભીર મૂડમાં જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે મલ્હાર ઠાકરની કોલેજમાં અભ્યાસ કરે છે. એજ્યુકેશન સિસ્ટમને કારણે તેની બહેન આપઘાત કરે છે. આ સિસ્ટમ સામે લડવા માટે મલ્હાર અને તેના મિત્રો લડત શરૂ કરે છે.
કઈ રીતે B'day girl મોનિકા ફસાઈ હતી ડોન અબુ સાલેમની પ્રેમજાળમાં ! વિગતો જાણવા કરો ક્લિક...
આ ફિલ્મનું લેખન પરેશ વ્યાસ અને રાજેશ શર્માએ કર્યું છે. સંગીત અમર ખંધા, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સંદિપ રાવલ અને સિનેમેટોગ્રાફી સૂરજ કુરાડે કરી છે. શૈલેષ પ્રજાપતિએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. મલ્હાર ઠાકરે આ ફિલ્મને કો-પ્રોડ્યુસર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે