Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: ભુવીએ ફિન્ચને સતત ત્રીજીવાર બનાવ્યો શિકાર, આ વખતે કર્યો LBW

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ આ સિરીઝમાં ભુવનેશ્વર કુમારનો સામનો કરવામાં સતત નિષ્ફળ રહ્યો હતો. 
 

VIDEO: ભુવીએ ફિન્ચને સતત ત્રીજીવાર બનાવ્યો શિકાર, આ વખતે કર્યો LBW

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝના ત્રીજા અને અંતિમ વનડે મેચમાં ભુવનેશ્વર કુમારે ફરી એકવાર ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રથમ ઈનિંગની ત્રીજી ઓવરમાં એલેક્સ કેરીને બીજી સ્લિપમાં કેપ્ટન વિરાટ કોહલીના હાથે ઝડપાવ્યો અને ત્યારબાદ 9મી ઓવરમાં તેણે ફિન્ચને LBW આઉટ કર્યો હતો. 

fallbacks

ભુવનેશ્વરે ત્રણેય મેચોમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ વિકેટ પણ અપાવી હતી. પ્રથમ બે વનડેમાં ભુવીએ એરોન ફિન્ચને બોલ્ડ કર્યો હતો. મહત્વનો સંયોગ તે હતો કે બંન્ને વખત ફિન્ચ 6 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ થયો અને બંન્ને વખતે ઇનસ્વિંગર પર બીટ કરીને બોલ્ડ કર્યો હતો. ત્રણ વનડે મેચોની સિરીઝનો આ ત્રીજો અને નિર્ણાયક મેચ છે. પ્રથમ વનડે ઓસ્ટ્રેલિયા 34 રને જીત્યું તો બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ વાપસી કરતા 6 વિકેટથી જીત મેળવી હતી. 

ફરી ફિન્ચ બન્યો ભુવીનો શિકાર
મેલબોર્નમાં પણ ફિન્ચની સામે ભુવનેશ્વર કુમારનો સામનો કરવાનો પડકાર હતો. આ વખતે પણ ભુવીએ પાંચ ઓવર પહેલા ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી હતી. ભુવીએ એલેક્સ કેરીને 5 રને આઉટ કર્યો હતો. ત્યારબાદ ખ્વાજા અને ફિન્ચે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ આગળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફિન્ચને ભુવી સામે રમવા માટે મુશ્કેલી થતી હતી. ભુવીએ અંતમાં નવમી ઓવરમાં ફિન્ચને LBW આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. આમ શ્રેણીમાં સતત ત્રીજીવાર ફિન્ચને આઉટ કર્યો હતો. ફિન્ચે 24 બોલનો સામનો કરતો 14 રન બનાવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More