Home> Entertainment
Advertisement
Prev
Next

Trailer : ભારતના ઓસામાને પકડવા નીકળ્યો અર્જુન કપૂર !

ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ એક આતંકવાદીને પકડવાની વાર્તા છે અને આ ફિલ્મમાં અર્જુનનો રોલ બહુ દમદાર જણાઈ રહ્યો છે

Trailer : ભારતના ઓસામાને પકડવા નીકળ્યો અર્જુન કપૂર !

નવી દિલ્હી : અર્જુન કપૂરની ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે કે આ એક રોલર કોસ્ટર રાઇડ હશે. ટ્રેલરમાં દેખાય છે કે અર્જુન પોતાની પાંચ લોકોની ટીમ સાથે કેવી રીતે જીવ જોખમમાં મૂકીને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીને પકડવાની જવાબદારી લે છે. ખાસ વાત એ છે કે આ લોકો કોઈ હથિયારનો ઉપયોગ કર્યા વિના તે આતંકીને પકડવાનું પ્લાનિંગ કરે છે. આ કામમાં તે માત્ર પોતાના મગજ અને અલગ-અલગ યોજનાઓનો ઉપયોગ કરે છે.

fallbacks

લાઇવ પર્ફોમન્સ વખતે નિક અને પ્રિયંકાએ કરી KISS, હવે VIDEO થયો VIRAL

ફિલ્મને રાજ કુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે જે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘રેડ’ જેવી સફળ ફિલ્મ આપી ચૂક્યા છે. આ સફળતા બાદ જ રાજકુમાર ગુપ્તાને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નો વિચાર આવ્યો. આ ફિલ્મ માટે અર્જુન કપૂર તેમની પહેલી પસંદ હતો. વર્ષ 2018માં મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. ફિલ્મનું શૂટિંગ ભારત સાથે નેપાળમાં પણ કરાયું છે. ફિલ્મને 24 મે 2019એ રિલીઝ કરવામાં આવશે.

નોંધનીય છે કે બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાના લગ્નને લઈ છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે ચર્ચા પ્રમાણે પરિવારના દબાણને કારણે હાલમાં બંનેએ લગ્ન ના કરવાનો નિર્ણય લીધો છે. અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More