મુંબઈ : બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા તેમજ વરૂણ ધવનની આગામી ફિલ્મ 'સુઇ ધાગા (Sui Dhaga)'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટાઇટલ પ્રમાણે એની વાર્તા એવા લોકો પર છે જેની રોજીરોટી સિલાઇકામ પર ચાલે છે. ફિલ્મમાં વરૂણ ધવને મૌજીનું તેમજ પત્ની મમતાનો રોલ અનુષ્કા શર્માએ કર્યો છે. ટ્રેલરના એક સીનમાં જ્યારે વરૂણ પોતાના પોતાના મિત્રના લગ્નમાં 'કૂતરો' બનીને ગેસ્ટનું મનોરંજન કરે છે ત્યારે એનું અપમાન જોઈને અનુષ્કા શર્મા ધ્રુસકે-ધ્રુસકે રોવા લાગે છે.
યશરાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતા મનીષ શર્મા છે. સુઇ ધાગા (Sui Dhaaga)ની પટકથા મનીષ શર્માએ લખી છે. આ ફિલ્મની વાર્તા મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર આધારિત છે. આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની ઝલક જોવા મળે છે.
'દમ લગા કે હઇશા'ના ડિરેક્ટર શરત કટારિયાએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. આ ફિલ્મનો લોગો દેશના સ્થાનિક કારીગરોએ બનાવ્યો છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે