Home> Entertainment
Advertisement
Prev
Next

બીજી હિરોઇનો વિચારી પણ ન શકે એવો જેકપોટ લાગ્યો છે વિદ્યા બાલનને 

વિદ્યાને હાલમાં દમદાર રોલ માટે ઓફર મળી છે

બીજી હિરોઇનો વિચારી પણ ન શકે એવો જેકપોટ લાગ્યો છે વિદ્યા બાલનને 

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં ખ્યાતનામ વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા મનમોહન સિંહના જીવન પર બનેલી અનુપમ ખેરની ‘ધિ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની ચર્ચા ચાલી હતી અને ફરી એક મહત્વના સમાચાર મળ્યા છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે હવે ભારતીય રાજનીતિમાં આર્યન લેડી તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીનું જીવન સિલ્વર સ્ક્રિન પર દેખાઈ શકે છે. 

fallbacks

fallbacks

ફિલ્મફેરમાં છપાયેલા સમાચાર પ્રમાણે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલન પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ચર્ચાસ્પદ લેખિકા સાગરિકા ઘોષના પુસ્તક ‘ઇન્દિરા : ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટિર’ પર આધારિત હશે. પહેલાં આ બુક પરથી ફિલ્મ બનવાની હતી પણ હવે મેકર્સ એના પરથી વેબ સિરિઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ વેબ સિરિઝનું નિર્માણ રોની સ્ક્રુવાલા કરી રહ્યા છે અને મેકર્સ ગાંધીપરિવાર પાસેથી પણ આ સિરિઝ બનાવવાની પરમિશન પણ લેવાના છે.

ફિલ્મફેરમાં છપાયેલી વિગતો પ્રમાણે વિદ્યા બાલને કહ્યું છે કે 'ઇન્દિરા ગાંધી વિશે દેખાડવા માટે ઘણું બધું છે જેને ત્રણ કલાકની ફિલ્મમાં ન્યાય આપવાનું મુશ્કેલ છે. આ કારણે ટીમે વેબ સિરિઝ બનાવવાનો નિર્ણય લીધો છે. અમને ખબર નથી કે આ સિરિઝની કેટલી સિઝન થશે પણ અમે એના પર કામ કરી રહ્યા છીએ.'

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More