ઝી મીડિયા/બ્યૂરો :દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan) અને એક્ટ્રેસ માધુરી દિક્ષીત વચ્ચે અનોખો નાતો રહ્યો છે. માધુરી દિક્ષીત (Madhuri Dixit) નું લોકપ્રિત ગીત ‘1-2-3’ માટે ડાન્સ સ્ટેપ તૈયાર કરવામાં સરોજ ખાનને માત્ર 20 મિનીટ જ લાગ્યા હતા. માધુરીએ શનિવારની સાંજે પોતાના મિત્ર અને ગુરુ સરોજ ખાનની યાદમાં એક વીડિયો શેર કર્યો હતો, જેઓનું શુક્રવારે નિધન થયું હતું. ‘ધ ટ્રિપ ડાઉન મેમરી લેન’ ટાઈટલ સાથેના આ વીડિયોમાં સરોજ ખાન ‘એક દો તીન’એ પોતાના અવાજમાં ગીત ગાઈને માધુરી સાથે ડાન્સના હેન્ડ મુવમેન્ટ કર્યા હતા. એક્ટ્રસ અને કોરિયોગ્રાફર સોફા પર સાથે બેસેલા વીડિયોમાં જોઈ શકાય છે.
શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા
માધુરીએ એ પણ ખુલાસો કર્યો કે, સરોજ ખાને એકવાર તેઓને કહ્યું હતું કે તેઓ માધુરી દિક્ષીત પર ફિલ્માવાયેલ અનેક ગીતોની કોરિયોગ્રાફી કરશે. પરંતુ એક પણ સ્ટેપ રિપીટ નહિ કરે. એક્ટ્રેસ ટ્વિટ કરીને કહ્યું કે, સરોજજીની સાથે દરેક વાતચીત, જ્ઞાન, પ્રેરણા અને ઉર્જાથી ભરપૂર હતું. આ રીતે તેઓએ ઉમદા જીવન જીવ્યું હતું અને લોકો તેઓને હંમેશા યાદ કરશે.
Every conversation with Saroj ji was full of knowledge, inspiration and energy. That's how she lived life and that is how I will always remember her ♥️ pic.twitter.com/fzOPg2FU9N
— Madhuri Dixit Nene (@MadhuriDixit) July 4, 2020
અમદાવાદ : રાતના અંધારામાં રમરમાટ દોડી રહેલી STએ પાલડી ચાર રસ્તા પાસે કારને ટક્કર મારી
જોકે, શુક્રવારે સવારે માધુરી દિક્ષીતે ટ્વિટ કરી હતી કે, સરોજ ખાનના નિધનથી તેઓ તૂટી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેટાનું ગીત ધક ધક ગીતથી માધુરી દિક્ષીતને એટલી પોપ્યુલારિટી મળી હતી કે, આજે પણ લોકો તેઓને ધક ધક ગર્લના નામથી ઓળખે છે. આ ઉપરાંત ચોલી કે પીછે ક્યાં હૈ અને તમ્મા તમ્મા જેવા અનેક ગીતોને માધુરી દિક્ષીત અને સરોજ ખાનની જોડીએ અમર બનાવી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે