Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકા સાથેના કિસિંગ સીનને ચર્ચામાં આવેલા એક્ટરે રાતોરાત કરી લીધી સગાઈ

ટેલિવૂડ તેમજ વેબ સીરિઝમાં કામ કર્યા બાદ હવે બોલિવુડમાં પગ મૂકનાર એક્ટર વિક્રાંત મેસી (vikrant massey) હાલ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી ખુશ છે. બોલિવૂડમાં પણ તે મક્કમ પગલે એન્ટ્રી કરી રહ્યો છે. 

દીપિકા સાથેના કિસિંગ સીનને ચર્ચામાં આવેલા એક્ટરે રાતોરાત કરી લીધી સગાઈ

મુંબઈ : ટેલિવૂડ તેમજ વેબ સીરિઝમાં કામ કર્યા બાદ હવે બોલિવુડમાં પગ મૂકનાર એક્ટર વિક્રાંત મેસી (vikrant massey) હાલ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી ખુશ છે. બોલિવૂડમાં પણ તે મક્કમ પગલે એન્ટ્રી કરી રહ્યો છે. તે પોતાની અપકમિંગ ‘છપાક’ (chhapaak)માં દીપિકા પાદુકોણ (deepika padukone) સાથે રોમાન્સ કરતો જોવા મળશે અને તેમનો કિસિંગ સીન વાયરલ બન્યો હતો. જોકે વિક્રાંતે પ્રોફેશનલ લાઇફ જેટલી જ પ્રગતિ પર્સનલ લાઇફમાં પણ કરી છે. વિક્રાંતે તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર (sheetal thakur) સાથે સગાઈ કરી લીધી છે.

fallbacks

સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!

વિક્રાંતે તે વાતની પુષ્ટિ કરી છે કે 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેણે પ્રાઈવેટ ફંક્શનમાં ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે સગાઈ કરી લીધી છે. વિક્રાંત અને શીતલની રિંગ સેરેમનીમાં માત્ર તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ અપાયું હતું. બંને નવેમ્બર મહિનામાં સગાઈ કરી હતી. વિક્રાંત અને શીતલે ALT બાલાજીની વેબ સીરિઝ બ્રોકનઃ બટ બ્યૂટીફુલના પહેલા એપિસોડમાં સાથે કામ કર્યું હતું. આ વેબ સીરિઝની બીજી સીઝન બ્રોકનઃ બટ બ્યૂટીફુલ 2 શરૂ થઈ ગઈ છે. જેમાં વિક્રાંતની સાથે હરલીન સેઠી છે.

fallbacks

શાહરૂખ ખાન જોવા મળશે આ કોમિક એક્શન થ્રિલરમાં, 2021માં થશે રિલીઝ

વિક્રાંત મેસીની વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટિફુલ’ હમણાં જ રિલીઝ થઇ છે. ઉપરાંત તેની અપકમિંગ ફિલ્મમાં મેઘના ગુલઝારની ‘છપાક’ ફિલ્મ પણ છે જેમાં તે દીપિકા પાદુકોણ સાથે દેખાશે. આ સિવાય તે યામી ગૌતમ સાથે કોમેડી ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની’ ફિલ્મમાં દેખાશે. આ સિવાય તેને તાપસી પન્નુ સાથેની ફિલ્મ પણ મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More