Home> India
Advertisement
Prev
Next

VIDEO: નરસિંહ રાવે ગુજરાલની સલાહ માની હોત તો 1984ના રમખાણો રોકી શકાયા હોત: મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે 1984માં તત્કાલીન ગૃહ મંત્રી નરસિંહ રાવે જો ઇંદ્વ કુમાર ગુજરાલની સલાહ પર ધ્યાન આપ્યું હોત તો શીખ વિરોધી રમખાણો રોકી શકાયા હોત. બુધવારે પૂર્વ વડાપ્રધાન ઇંદ્વ કુમાર ગુજરાલને યાદ કરતાં તેમના 100મા જન્મદિવસ પર મનમોહન સિંહે કહ્યું કે ''1984માં જેવી ઘટનાઓ શરૂ થઇ. 

VIDEO: નરસિંહ રાવે ગુજરાલની સલાહ માની હોત તો 1984ના રમખાણો રોકી શકાયા હોત: મનમોહન સિંહ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે 1984માં તત્કાલીન ગૃહ મંત્રી નરસિંહ રાવે જો ઇંદ્વ કુમાર ગુજરાલની સલાહ પર ધ્યાન આપ્યું હોત તો શીખ વિરોધી રમખાણો રોકી શકાયા હોત. બુધવારે પૂર્વ વડાપ્રધાન ઇંદ્વ કુમાર ગુજરાલને યાદ કરતાં તેમના 100મા જન્મદિવસ પર મનમોહન સિંહે કહ્યું કે ''1984માં જેવી ઘટનાઓ શરૂ થઇ, તે દિવસે સાંજે ગુજરાલ કેન્દ્રીય ગૃહ મંત્રી નરસિંહ રાવને મળવા ગયા અને તેમને કહ્યું કે પરિસ્થિતિ એટલી ભયાનક છે કે સરકારને જલદીથી જલદી સેનાને બોલાવી લેવી જોઇએ. જો તે સલાહ પર ધ્યાન આપ્યું હોય તો મોટાપાયે હિંસા અને રમખાણો થયા ન હોત. 

fallbacks

મનમોહન સિંહે આ યાદોને પણ શેર કરી કે કેવી રીતે ઇમજન્સી બાદના સમયમાં તેમના પરસ્પરના સંબંધોમાં પ્રગાઢતા વધી. મનમોહન સિંહે કહ્યું કે તે સૂચના અને પ્રસારણ મંત્રી હતા અને ઇમરજન્સી દરમિયાન તેમના મેનેજમેન્ટ સાથે જોડાયેલી કેટલીક નિતીઓથી અસહજ હતા જોકે તેમને યોજના આયોગમાં મંત્રી બનાવીને મોકલી દેવામાં આવ્યા. તે સમયે હું નાણામંત્રાલયમાં આર્થિક સલાહકાર હતો.. ત્યારબાદ અમારા સંબંધ વિકસિત થયા.

ઇંદ્વ કુમાર ગુજરાલ એપ્રિલ 1997થી માંડીને માર્ચ 1998 સુધી દેશના 12મા વડાપ્રધાન રહ્યા. વિદેશ નીતિના ક્ષેત્રમાં ભારતના પડોશીઓ સાથે સારા સંબંધોને વિકસિત કરવા માટે તેમણે પાંચ સિદ્ધાંતો આપ્યા. જેને 'ગુજરાલ સિદ્ધાંત'ના નામે ઓળખવામાં આવે છે. જ્યારે જૂન 1975માં તત્કાલીન વડાપ્રધાનમંત્રી ઇંદીરા ગાંધીએ ઇમરજન્સી લગાવી તો તે સમયે સૂચના અને પ્રસારણ મંત્રી હતા. 1976-80 દરમિયાન તેમના તત્કાલિન સોવિયત સંઘ (USSR)માં રાજદૂત બનાવીને મોકલવામાં આવ્યા. કહેવામાં આવે  છે કે ઇમરજન્સીના દૌરમાં ન્યૂઝ બુલેટિન અને સમાચારપત્રોના એડિટોરિયલ સેન્સર કરવાની મનાઇ કરી હતી. આ કારણે તેમના મંત્રી પદે હટાવી દીધા હતા. 30 નવેમ્બર 2012ને ઇંદ્વ કુમાર ગુજરાલનો 92 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More