મલેશિયામાં જન્મેલી ભારતીય મૂળની અભિનેત્રી અને ટીવી હોસ્ટ લિશાલિની કનારને એક ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેણે પૂજારી પર આશીર્વાદ આપવાના બહાને તેનું યૌન શૌષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો હવે મલેશિયન પોલીસ સુધી પહોંચી ગયો છે અને આરોપી પુજારીની શોધ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાની આપવીતિ જાહેર કરી છે. આ મામલો હવે મલેશિયન પોલીસ સુધી પહોંચી ગયો છે અને આરોપી પુજારીની શોધ ચાલુ છે.
લિશાલિની કનારનની પોસ્ટ મુજબ આ ઘટના ગત શનિવારના રોજ સેપાંગના મરિઅમ્મન મંદિરમાં ઘટી હતી. લોકોને જ્યારે તેણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને આપવીતિ જણાવી ત્યારે ખબર પડી. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી આધ્યાત્મિકતાને વધારવા માટે નિયમિત રીતે મંદિર જઈ રહી હતી. તેણે જણાવ્યું કે તે દિવસે તે એકલી ગઈ હતી. કારણ કે તેની માતા ભારતમાં હતી. અભિનેત્રીની પોસ્ટ મુજબ તેણે જણાવ્યું કે કઈ રીતે પુજારી કે જે સામાન્ય રીતે તેને અનુષ્ઠાનોમાં માર્ગદર્શન કરતા હતા તેઓ પ્રાર્થના વખતે તેની પાસે આવ્યા અને તેમણે પવિત્ર જળ અને એક રક્ષાસૂત્ર આપવાની રજૂઆત કરી.
ખાસ આશીર્વાદ માટે બોલાવી
તેણે જણાવ્યું કે પૂજા પૂરી થયા બાદ પુજારીએ તેને કહ્યું કે તે એક કલાક સુધી રાહ જુએ અને પછી તેને પોતાની અલગ ઓફિસમાં લઈ ગયા જ્યાં તેમણે વિશેષ આશીર્વાદ આપવાનો દાવો કર્યો. તેણે લખ્યું કે જેવું હુ તેમની પાછળ ગઈ, મને કઈ યોગ્ય ન લાગ્યું. મારી અંદર કઈક અસહજ હતું.
આંખો બળવા લાગી
પુજારીએ પાણીમાં એક તીવ્ર ગંધવાળું લિક્વિડ નાખ્યું અને દાવો કર્યો કે આ પવિત્ર છે અને 'સાધારણ લોકો' માટે નથી. ત્યારબાદ તે પાણીને પુજારીએ અભિનેત્રીના ચહેરા પર છાંટ્વાનું શરૂ કર્યું. પુજારીએ કહ્યું કે આ ભારતથી આવ્યું. પુજારીએ તે પાણી એટલું નાખ્યું કે અભિનેત્રીની આંખો બળવા લાગી અને ખુલી પણ શકતી નહતી.
ચોંકાવનારો આરોપ
લિશાલિનીએ જે ખુલાસો કર્યો કે ત્યારબાદ જે થયું તે ખુબ જ ચોંકાવનારું હતું. પછી કોઈ પણ ચેતવણી વગર તેણે પોતાનો હાથ મારા બ્લાઉઝની અંદર, મારી બ્રામાં નાખ્યો અને મને ખોટી રીતે સ્પર્શવાનું શરૂ કરી દીધુ. અભિનેત્રીએ કહ્યું કે આવો વિશ્વાસઘાત સૌથી વધુ ઊંડો ઘા આપે છે. હું વધુ વિવરણમાં જઈશ નહીં. પરંતુ તે પુજારી દ્વારા મારું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને હું કશું કરી શકી નહીં.
મલેશિયા પોલીસ કરે છે તપાસ
મલેશિયાની પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી પુજારીની શોધ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે લોકોનો ગુસ્સો ફૂટ્યો છે અને અનેક લોકો મંદિર પ્રશાસન અને અધિકારીઓ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે