Home> Health
Advertisement
Prev
Next

Uric Acid નો સફાયો કરી દેશે આ સસ્તા પાન, ફરી ક્યારેય નહીં વધે યુરિક એસિડ

Uric Acid: આયુર્વેદમાં પણ નાગરવેલના પાન પોતાના ઔષધીય ગુણો માટે જાણીતા છે. આવો જાણીએ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે નાગરવેલના પાન કઈ રીતે મદદ કરી શકે છે.
 

Uric Acid નો સફાયો કરી દેશે આ સસ્તા પાન, ફરી ક્યારેય નહીં વધે યુરિક એસિડ

Uric Acid ko kaise theek karen: શરીરમાં યુરિક એસિડ વધતું ઘણા પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો સાંધામાં દુખાવો, સંધિવા, સોજા અને કિડની સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે દેશી ઉપાય અજમાવી શકો છો. જો તમારૂ યુરિક એસિડ વધી ગયું છે તો તમે નાગરવેલના પાનનું સેવન કરી શકો છો. મહત્વનું છે કે આયુર્વેદમાં પણ આ પાનના ઔષધીય ગુણોનો ઉલ્લેખ ચે. આવો જાણીએ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં નાગરવેલના પાન તમારી કઈ રીતે મદદ કરી શકે છે.

fallbacks

નાગરવેલના પાનના ઔષધીય ગુણ ( Betel Leaf Medicinal properties)
નાગરવેલનના પાનમાં જોવા મળતા ઔષધીય ગુણોની વાત કરીએ તો તેમાં સ્વાદ અને સુગંધની સાથે એન્ટી-ઓક્સીડેન્ટ્, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને ડિટોક્સિફાઇંગ ગુણ હોય છે.

ફ્લેવોનોઇડ્સ અને પોલીફેનોલ્સઃ આ શરીરમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સની જેમ કામ કરે છે.
એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ: બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
મૂત્રવર્ધક ગુણધર્મો: તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
પાચનમાં મદદ કરે છે: તે ચયાપચયમાં સુધારો કરે છે અને અપચો અટકાવે છે.

આ પણ વાંચોઃ પગમાં અચાનક જોવા મળશે લિવર ખરાબના આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

યુરિક એસિડને કઈ રીતે કંટ્રોલ કરે છે નાગરવેલનું પાન
નાગરવેલના પાનમાં નેચરલ ડિટોક્સિફાઇંગ ગુણ હોય છે, જે આપણા શરીરમાં જમા યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે.

યુરિક એસિડ વધવા પર સાંધામાં દુખાવો અને સોજા આવે છે. તેવામાં આ પાનના સેવનથી સોજા ઘટાડવામાં મદદ મળે છે.

યુરિક એસિડ વધવા પર કિડનીએ વધુ મહેનત કરવી પડે છે. નાગરવેલનું પાન કિડનીની કાર્યક્ષમતા વધારી યુરિક એસિડને પ્રભાવી રીતે બહાર કાઢવામાં મદદ કરે છે.

કઈ રીતે કરશો સેવન ( How to Consume Betel Leaf for Control High Uric Acid)
નાગરવેલના પાનનો રસઃ 2-3 પાનને સારી રીતે સાફ કરી તેનો રસ કાઢો. તને આ રસ દિવસમાં એકવાર સવારે ખાલી પેટ પાણી સાથે પી શકો છો.

પાનની ચાઃ 2-3 પાનને ઉકાળી હર્બલ ચાનું સેવન કરો. તેમાં તમે મધ કે લીંબુ મિક્સ કરી પી શકો છો.

પાનનું સેવનઃ દરરોજ રાત્રે સૂતા પહેલા એક પાનને ચાવીને ખાવો. થોડા દિવસમાં તેની અસર દેખાવા લાગશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More