Home> Entertainment
Advertisement
Prev
Next

પોતાના લગ્નમાં દુલ્હાએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, VIDEO જોઈને દિલ થઈ જશે ખુશ

આ વીડિયોને હજી સુધી 34 લાખ કરતા વધારે વાર જોવામાં આવ્યો છે

પોતાના લગ્નમાં દુલ્હાએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, VIDEO જોઈને દિલ થઈ જશે ખુશ

નવી દિલ્હી : આમ તો વર્ષોથી લગ્નોમાં ડાન્સ કરવામાં આવે છે. જાનમાં લોકો ધમાકેદાર ડાન્સ કરીને એની મજા માણે છે પણ આજકાલ લોકોને નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ પ્રમાણે વર અને વધૂ પણ બધાની સામે ડાન્સ કરે છે. પોતાના લગ્નમાં ડાન્સ કરતી દુલ્હનને તો ઘણાએ જોઈ હશે પણ હાલમાં ઇન્ટરનેટ પર એક દુલ્હાના ધમાલ ડાન્સનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. 

fallbacks

કરીનાએ સુપરસ્ટાર અજયને કિસ કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ના, 6 વર્ષ પછી સામે આવ્યું મોટું કારણ 

આ વીડિયોમાં વર બહુ બિનધાસ્ત રીતે આ ડાન્સ કરી રહ્યો છે જેના કારણે લોકોને આ વીડિયો બહુ પસંદ પડી રહ્યો છે. Ritesh Saini નામની એક યુટ્યૂબ ચેનલ પર 17 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને 34 લાખ કરતા વધારે વાર જોવામાં આવ્યો છે. આ ગીતમાં દુલ્હન થોડી શરમાય છે પણ બેહદ ખુશ દેખાય છે. 

હાલમાં સોશિયલ મીડિયા બહુ મોટું માધ્યમ બની ગયું છે. કોઈ પણ સારો વીડિયો ગણતરીના કલાકોમાં વાઇરલ બની જાય છે. આજે એના માધ્યમથી દેશના યુવાનો પોતાનું ટેલેન્ટ આખી દુનિયા સામે મુકી શકે છે. જે લોકોને કોઈ પ્લેટફોર્મ નથી મળતું તેમના માટે સોશિયલ મીડિયા એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More